GSTV
Entertainment Television

તુનીશા સાથે જોડાયેલા લોકોની પૂછપરછ ચાલુ, પોલીસે અત્યાર સુધીમાં 18 લોકોના નિવેદન નોંધ્યા

ટીવી એક્ટ્રેસ તુનીશા શર્માના મોતની તપાસ ચાલી રહી છે. વાલીવ પોલીસ આ કેસની સત્યતા જાણવા માટે કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધી તુનીશા શર્મા સાથે જોડાયેલા 18 લોકોની પૂછપરછ કરી ચૂકી છે.

પોલીસના જણાવ્યા અનુસાર તુનીશાના કો-એક્ટર પાર્થ ઝુત્શીને પૂછપરછ માટે બે વખત બોલાવવામાં આવ્યા છે. પાર્થે નિવેદનમાં કહ્યું કે તુનીશા કેટલાક દિવસોથી પરેશાન હતી. શીજાનને પણ પૂછપરછ માટે શૂટના સેટ પર લઈ જવામાં આવ્યો હતો જ્યાં તે તુનીશા સાથે સિરિયલનું શૂટિંગ કરતો હતો.

આના પહેલા એફ એન્ડ બી હોસ્પિટલના ડૉક્ટરોએ પોલીસને કહ્યું હતું કે 24 ડિસેમ્બરે તુનીશાના સહ કલાકારો તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તપાસમાં તે મૃત હાલતમાં મળી હતી. સાંજે 4.20 કલાકે તેને મૃત જાહેર કરવામાં આવી અને રાત્રે 9 કલાકે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. તબીબોએ જણાવ્યું કે તુનીશાની ગરદન પર ફાંસીનાં નિશાન છે, આ સિવાય તેના શરીર પર કોઈ પણ પ્રકારનું નિશાન નથી.

જણાવી દઈએ કે અભિનેત્રીના પોસ્ટમોર્ટમ બાદ 27 ડિસેમ્બરના રોજ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના ભાયંદર પૂર્વમાં આવેલા ખોડદેવ સ્મશાન ભૂમિમાં કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં પરિવાર ઉપરાંત તેના સહ કલાકારોએ હાજરી આપી હતી. તેના મૃત્યુ માટે જવાબદાર શીઝાન ખાનની બહેન અને માતા પણ ત્યાં હાજર હતા.

READ ALSO

Related posts

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave

કન્નડ એક્ટર ચેતન કુમારની બેંગલુરુમાં કરાઈ ધરપકડ, હિન્દુત્વને લઈને કર્યા હતા આવા વિવાદિત ટ્વિટ

HARSHAD PATEL

અભિનેતા ધર્મેન્દ્રનું 87 વર્ષની ઉંમરે કમબેક, ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં નિભાવશે મહત્વપૂર્ણ ભૂમિકા

Vishvesh Dave
GSTV