GSTV
Gujarat Government Advertisement

15000 રૂપિયામાં ૩ લાખ કમાવાની તક, તુલસીની ખેતી તમને બનાવી શકે છે કરોડપતિ

Last Updated on May 4, 2021 by Pritesh Mehta

જો તમે પણ ખેતી કરીને મોટી આવક કમાવા ઈચ્છો છો તો આજે અમે તમને એક એવી ખેતી અંગે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે લાખોની કમાણી કરી શકો છો અને આ બીઝનેસ શરૂ કરવા માટે તમારે ખુબ જ ઓછા રૂપિયાનું રોકાણ કરવાની જરૂર પડશે. તુલસીની ખેતી કરીને કોઇપણ વ્યક્તિ લાખોપતિ બની શકે છે. આવો તમને જણાવી દઈએ કે તમે કેવી રીતે તુલસીની ખેતી કરીને મોટી કમાણી કરરી શકો છો.

તુલસી

તુલસીની ખેતી કરવા માટે તમારે મોટી રકમની જરૂર નથી પડતી. તેની સાથે જ તેની માંગ પણ ઘણી રહે છે. અઆજકાલ દરેક ઘરમાં તુલસીના છોડ તો અચૂક હોય જ છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ પણ દવાઓ અને પૂજામાં પણ થાય છે.

કોરોના સંકટમાં વધી માંગ

જણાવી દઈએ કે મહામારીને કારણે આયુર્વેદિક અને નેચરલ દવાઓ તરફ લોકોનું આકર્ષણ વધી રહ્યું છે અને એજ કારણ છે કે તુલસીની માંગ પણ ઘણી વધી છે. રોજે રોજ તેની માંગમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલના સમયની વાત કરીએ તો તેનું બજાર પણ ઘણું વધી ગયું છે. એવામાં જો ઔષધિઓની ખેતીનો બીઝનેસ શરૂ કરવામાં આવે તો તે તમારા માટે ઘણો ફાયદેમંદ સાબિત થઇ શકે છે.

સરળતાથી શરૂ કરી શકો છો બીઝનેસ

આ બીઝનેસ શરૂ કરવા માટે તમારે વધુ રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી. સાથે તેના માટે મોટા પ્રમાણમાં ખેતી કરવાની પણ જરૂર નથી. આના માટે તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પણ આ બીઝનેસ કરી શરૂ કરી શકો છો.

થઇ શકે છે ૩ લાખ સુધીની આવક

તમને આ ખેતી માટે માત્ર ૧૫ હજાર રૂપિયા ખર્ચ કરવાની જરૂર પડશે. વાવણીના ૩ મહિના બાદ તુલસીનો પાક સરેરાશ ૩ લાખ રૂપિયામાં વેચાઈ જાય છે. બજારમાં હાજર અનેક આયુર્વેદિક કંપનીઓ જેવી કે ડાબર, વૈદ્યનાથ, પતંજલિ વગેરે તુલસીની કોન્ટ્રાક્ટ પર પણ ખેતી કરાવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!