GSTV
Gujarat Polls 2017 Kutch North Gujarat ગુજરાત ટોપ સ્ટોરી

મંગળવારે રાહુલ ગાંધી કચ્છ-સૌરાષ્ટ્રમાં ચૂંટણીસભાઓ ગજવશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાં ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકોના આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે. રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચાર કરી જનસભાઓ ગજવી રહ્યાં છે. રાહુલ ગાંધી મંગળવારથી સળંગ ત્રણ દિવસ માટે કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં જનસભાઓ ગજવી ચૂંટણીસભાઓ ગજવશે.

મંગળવારે રાહુલ ગાંધી ફરી રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં જનસભાને સંબોધન કરશે. તો પોતાના રૂટ દરમિયાન કેટલાંક સ્થળો પર રેલી પણ યોજશે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે. કચ્છ જિલ્લાના અંજારના ટાઉનહોલમાં રાહુલ ગાંધી જનસંવાદ કરશે. બાદમાં મોરબી જશે, જ્યાં જનસભાને સંબોધન કરશે. તો પોણા પાંચ વાગ્યે ધાંગધ્રામાં સભાને સંબોધન કરશે અને સાંજે 7 વાગ્યે વઢવાણમાં લોકોને સંબોધન કરશે.

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV