GSTV
Home » News » સલમાનની ‘ટ્યુબલાઈટ’ પહેલી બોલીવુડ ફિલ્મ બની જે…

સલમાનની ‘ટ્યુબલાઈટ’ પહેલી બોલીવુડ ફિલ્મ બની જે…

સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ને રિલીઝ થવા માટે માત્ર એક વીક બાકી છે અને ભારતમાં જ નહીં પરંતુ આ ફિલ્મ વર્લ્ડવાઇડ બૉક્સ ઑફિસ પર રિલીઝ થવા માટે તૈયાર છે. સૂત્રોનુસાર, ‘ટ્યૂબલાઇટ’ પહેલી બોલિવુડની ફિલ્મ બની ગઇ છે, જેના પોસ્ટર્સ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વર પર જોવા મળી રહ્યા છે.

સલમાનની અપકમિંગ ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ના ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યૂટર્સ યશરાજ ફિલ્મ્સ છે. સલમાન અને ‘ટ્યૂબલાઇટ’ની ટીમે ફિલ્મના પ્રમોશન માટે કોઇ પણ કસર છોડી નથી. ફિલ્મના મેકર્સે કહ્યુ છે કે ‘ટ્યૂબલાઇટ’ સલમાનની જૂની દરેક ફિલ્મો કરતા મોટા રેકોર્ડ્સ બનાવશે.

‘ટ્યૂબલાઇટ’ 1962માં ભારત-ચીનના વૉર પર આધારિત છે. બે ભાઇઓની આસપાસ ફરતી આ ફિલ્મમાં વૉરના સીન્સ જોવા મળશે. સલમાન ખાને એક ઇન્ટવ્યુમાં જણાવ્યુ હતુ કે, ”મારી અત્યાર સુધીની સૌથી ઇમોશનલ ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ છે. આ પ્રકારના કેરેક્ટર માટે તમારે મેન્ટલી રેડી રહેવું પડે છે.”આ ફિલ્મમાં સલમાનની સાથે તેનો રિયલ બ્રધર સોહેલ ખાન અને ચાઇનીઝ એક્ટ્રેસ ઝૂ ઝૂ જોવા મળશે. 25 જૂને રિલીઝ થનારી ‘ટ્યૂબલાઇટ’ને કબીર ખાને ડિરેક્ટ કરી છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

આમીર ખાન સાઉથના એ એક્ટર સાથે ફિલ્મ બનાવી રહ્યો છે જેની એક્ટિંગને બોલિવુડ પણ લોઢુ માને છે

Mayur

પાકના સેના પ્રવક્તાએ ‘બાર્ડ ઓફ બ્લડ’ને લઈને શાહરૂખ ખાન પર સાધ્યું નિશાન, ફેને આપ્યો આવો જવાબ

Arohi

સુશાંત સિંહ રાજપૂત આ એક્ટ્રેસ સાથે લગ્ન કરવાની કરી રહ્યો છે તૈયારી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!