પુલવામા હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર પહેલું મોટું એક્શન, આ સિંગરના ગિતો અન લિસ્ટ

પુલવામા હુમલા બાદ જ્યાં એક તરફ આખો દેશ દુઃખમાં છે ત્યાંજ બીજી તરફ હવે પાકિસ્તાન પર લોકોનો ગુસ્સો બહાર આવી રહ્યો છે. એક વખત ફરી પાકિસ્તાની કલાકારોને બેન કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ મામલે મ્યુઝિક કંપની ટીસીરીઝએ ગંભીરતા ગર્શાવી છે. ટીસીટીઝે પાકિસ્તાનની સિંગર આતિફ અસલમના ગિતને અન લિસ્ટ કરી દીધા છે.

આતિફ અસલમના ગીત ‘સિંગલ બારિશે’ને ટીસીરીઝે યુટ્યુબ પર 12 ફેબ્રુઆરીએ રીલીઝ કર્યું હતું. પુલવામા હુમલાના બીજા દિવસે મ્યુઝીક કંપનીએ પોતાના યુટ્યુબ ચેનલથી આ ગીતને એનલિસ્ટ કરી દીધું. કોઈ પણ વીડિયોને અનલિસ્ટ કરવા પર તે યુટ્યુબમા સર્ચ રિઝલ્ટ્સમાં જોઈ નથી શકાતું. યુઝર તેને ત્યારે જ જોઈ શકે છે જ્યારે તેની પાસે સોન્ગની લિન્ક હોય. આ ઉપરાંત વીડિયો જોવા માટે તેને યુટ્યુબ ચેનલ પર જવુ પડે છે જેના પર તે વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોય.

‘સિંગલ બારિશ’ ગિતમાં પાક સિંગર આતિફ અસલમની સાથે ‘સોનૂ કે ટીટૂકી સ્વીટી’ અને ‘પ્યાર કા પંચનામા’ની ફેમ નુસરત ભરૂચા જોવા મળી રહી છે. હવે અહીં સોન્ગ ન જોઈ શકવાના કારણે તેના વ્યૂઝમાં મોટો ફરક આવશે. આ સોન્ગને અન લિસ્ટ કરવાના કારણે આતિફના ફેન્સ નારાજ થઈ ગયા છે.

પુલવામામાં થયેલા આતંકી હુમલા પર ટીસીરીઝે માલિક ભૂષણ કુમારે પોતાની સંવેદના ટ્વિટર પર વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું- કાશ્મીરમાં સીઆરપીએફ સૌનિકો પર થયેલો હુમલો ખુબ દુઃખદ છે. હું તે ઘાયલ સૌનિકો માટે પ્રાર્થના કરું છું જે પોતાના જીવન માટે લડી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં પાકિસ્તાની એક્ટર્સ પહેલાથી જ બેન છે પરંતુ પાક સિંગર્સ હજુ પણ બોલીવુડ ફિલ્મોમાં ગીતો ગાય છે. થોડા દિવસો અગાઉ જ આતિફે બત્તી ગુલ મીટર ચાલુના એક ગીતમાં પોતાનો અવાજ આપ્યો હતો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter