GSTV
Fashion & Beauty Life Trending

Premature Hair Greying / અકાળે સફેદ થઈ રહેલા વાળમાં રાહત આપશે આ દેશી ઉપચાર

આજના સમયમાં વાળનું સફેદ થવું એ ખુબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે.  મોટા ભાગે વધતી ઉંમર સાથે વાળનું સફેદ થવું એ એક સામાન્ય ઘટના છે પણ જયારે તમારા વાળ નાની ઉમરમાં જ સફેદ થવા લાગે તો તે એક મોટી સમસ્યાનું કારણ બનીજાય છે. ક તમને પણ અકાળે વાળ સફેદ થવાની સમસ્યા છે તો તમે પણ આ ઘરેલું ઉપચાર અજમાવી શકો છો. 

વાળનું સફેદ થવું એ એક નેચરલ પ્રક્રિયા છે,માણસની વધતી ઉંમર સાથે તેના વાળ પણ સફેદ થવા લાગે છે. મોટા ભાગે લોકોના 30-40 વર્ષની ઉંમર વચ્ચે વાળ સફેદ થવાના શરુ થવા લાગે છે. પરંતુ આજકાલ ખુબ જ નાની ઉમરમાં લોકોમાં વાળ સફેદ થવાની સમસ્યા જોવા મળે છે. ઘણીવાર તો ટીનેજર્સના વાળ પણ અકાળે સફેદ થવા લાગે છે. વાળનું સફેદ થવું એ એક નેચરલ પ્રક્રિયા છે પણ તે સમય પર થવને બદલે જો વહેલા થવા માંડે તો તેનાથી ઘણી સમસ્યાઓ થાય છે. ઘણીવાર તેનાથી વ્યકિતના આત્મ વિશ્વાસ પણ ઓછો થવા લાગે છે.

આપને બધા હમેશા યુવાન દેખાવા માંગીએ છે અને વાળ સફેદ થવાથી ઉંમર વધુ દેખાવા લાગે છે અને એટલે જ જયારે નાની ઉમરમાં વાળ સફેદ થવા લાગે ત્યારે ટેન્શન આવી જાય છે અને તેના લીધે ક્યારેક શરમ પણ આવે છે. એના માટે પહેલા એ જાણવું જરૂરી છે કે તમારા વાળનું સફેદ થવાનું મુખ્ય કારણ શું છે? મોટાભાગે વાળનું સફેદ થવાનું કારણ આનુવાંશિક હોઈ શકે છે. પૌષ્ટિક આહારની ખામી, વધારે પડતું તણાવવાળું જીવન અને મેલ હોર્મોનની વધારે પડતી માત્રાને લીધે પણ વાળ સફેદ અકાળે થવા લાગે છે. 

હેલ્થ એક્સપર્ટના મત મુજબ અકાળે સફેદ થતા વાળને રોકવા માટે ખાણી-પીણીમાં ફેરફાર કરવો જરૂરી છે. અહિયાં અમે એવા ઘરેલું નુસખાની વાત કરીશું જે તમારા વાળને પોષણ અને મજબુતી પણ આપે છે. 

1. અરીઠા અને શિકાકાઈ:

વાળને સફેદ થતા અટકાવવા માટે અરીઠા અને શિકાકાઈનો ઉપયોગ ખુબ સારો રહે છે. આખી રાત અરીઠા અને શિકાકાઈને પલાળીને રાખી દો. સવારે તે પાણીને ઉકાળી લો અને ઠંડુ થવા દો, અને ત્યારબાદ તેનાથી વાળ ધોઈ લો. 

2. આંબળા:

સુકા આંબળાને આખી રાત પલાળીને રાખો અને તે પાણીનો સવારે નેચરલ કંડીશનર તરીકે ઉપયોગ કરો.

3.તણાવમુક્ત રહો:

તણાવ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેનાથી પણ અકાળે વાળ સફેદ થવાની સમસ્યા રહે છે આથી બને તેટલું તણાવમુક્ત રહેવું જોઈએ. 

4.એન્ટીઓક્સિડ્ન્ટ:

તમારા રોજીંદા જીવનમાં ફળ અને શાકભાજીનો બને એટલો વપરાશ કરો તેમાં ઘણા એન્ટીઓક્સિડ્ન્ટ હોય છે જે તમને હેલ્ધી રાખે છે. 

5. પ્રોટીન:

આહારમાં પ્રોટીન યુક્ત આહાર વધારે લેવો જોઈએ જેવો કે – દાળ, બીન્સ વગેરે 

6.પ્રિઝર્વેટીવ:

આર્ટીફીશ્યલ પ્રિઝર્વેટીવ યુક્ત પ્રદર્થોનું સેવન બને તેટલું ટાળવું જોઈએ, તેનાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. 

Related posts

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave
GSTV