GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

શું તમે પણ નથી કરી શકતાં પૈસાની બચત? તો અપનાવો આ રીતો

પૈસાની બચત કરવી તે આમ પણ એક કળા છે જે દરેકને આવડતું નથી. સૌથી વધારે લોકોની ફરિયાદ હોય છેકે, તેમના હાથમાં પૈસા આવીને પણ ટકતા નથી. જો તમારી પાસે પૈસા ટકશે નહી તો તમે તમારા ભવિષ્યને લઈને કોઈ પણ પ્લાનિંગ કે સેવિંગ કરી શકશો નહિ. જો તમને બધા જ પૈસા ખર્ચ કરી દેવાની ખરાબ આદત છે તો અહીં અમે તમને કેટલીક રીતો જણાવીશું જેને અપનાવીને તમે પૈસાની બચત કરી શકો છો.

ખર્ચાનું લિસ્ટ બનાવો

નાનાથી લઈને મોટા ખર્ચાઓનું નાણાકીય લક્ષ્ય બનાવો, તેનાથી કમાણી અને ખર્ચની વચ્ચે સંતુલન બની શકશે. જેમ કે જો તમારે કાર ખરીદવી છે, ઘર બનાવવાનું છે, બાળકોનું ભણતર અથલા લગ્ન માટે ફંડ એકત્ર કરવાનું છે તો તે બધા જ વિશે લખી લો. લક્ષ્ય સામે હશે તો બચત કરવાનું સરળ રહેશે.

ક્રેડિટ કાર્ડ ખર્ચ પર નિયંત્રણ

અમુક લોકો કોઈ પણ પ્રકારનાં ખર્ચા માટે પુરી રીતેવ ક્રેડિટ કાર્ડ પર નિર્ભર રહે છે. જે એક ખરાબ આદત છે, તમે ક્રેડિટ કાર્ડથી એટલો જ ખર્ચ કરો જેટલી કે તમારા બેંક એકાઉન્ટમાં રકમ હોય અથવા તો જેટલી આવક થવાની આશા હોય. એક મહિનામાં જેટલી ચૂકવણી કરી શકો, એટલો જ ખર્ચ કરો.

દેવું ન રાખો                    

તમારી ઉપર કોઈ પણ પ્રકારનું દેવું ન રાખો, જો તમે દેવું કર્યુ છે તો તેને જલ્દીથી ચૂકવવાના પ્રયાસ કરો.  જો તમારી પાસે ક્યાંયથી પણ વધારે પૈસા આવે છે તો કોઈ મોટી વસ્તુ ખરીદવાની બદલે, તમે જેની પાસેથી પૈસા લીધા હોય તેને પાછા આપી દો.

ઈમરજન્સી ફંડ બનાવો

બચતની સાથે નાણાકીય સુરક્ષાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે, તમારે સૌથી પહેલાં તમારા માટે ઈમરજન્સી ફંડ બનાવો, કોઈ પણ ખરાબ સમયમાં આ ફંડ તમારા કામમાં આવી શકે છે. ઈમરજન્સી ફંડ હોવાને કારણે કોઈ પણ પાસેથી ઉછીના પૈસા લેવાની જરૂર પડશે નહી.

READ ALSO

Related posts

ચીનના બોયકોટનો પરપોટો ફૂટ્યો : આત્મનિર્ભરતા બેઅસર, બિઝનેસમેનોની બિન્દાસ્ત આયાત

Karan

POKમાં ચીન અને પાકિસ્તાન સામે હોબાળો: લોકો રસ્તા પર ઉતર્યા, બંને દેશો કરી રહ્યા છે મનમાની

Ankita Trada

113 વર્ષ પહેલાં આ ભારતીય મહિલાએ જર્મનીમાં લહેરાવ્યો હતો તિરંગો, દેશની આન-બાન અને શાનને દેખાડી હતી

Karan
Do NOT follow this link or you will be banned from the site!