GSTV
Fashion & Beauty Life Trending

Skin Care/ હાથના ટેનની છુટકારો મેળવવા ઘરેલુ નુસ્ખા અપનાવો, જાણો યુઝ કરવાની રીત

ઉનાળાની ઋતુમાં ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઋતુમાં ત્વચા નિસ્તેજ અને શુષ્ક બની જાય છે. હાનિકારક યુવી કિરણો ત્વચાને ઘણું નુકસાન પહોંચાડે છે. જેના કારણે ત્વચા પર ટેન જમા થઈ જાય છે. ટેન માત્ર ચહેરા પર જ નહીં હાથ પર પણ થાય છે. જેના કારણે ત્વચા કાળી થઈ જાય છે. આવી સ્થિતિમાં લોકો ચહેરાના ટેનને દૂર કરવા પર ધ્યાન આપે છે પરંતુ હાથના ટેનને નજરઅંદાજ કરે છે. હાથ પરની ટેન દૂર કરવા માટે તમે ઘણા ઘરેલું ઉપચાર અજમાવી શકો છો. હાથમાંથી ટેન દૂર કરવા માટે તમે કુદરતી ઘટકોનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ કઈ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે હાથ પરની ટેન દૂર કરી શકો છો.

દહીં અને હળદરનો ઉપયોગ કરો

હાથમાંથી ટેન દૂર કરવા માટે તમે દહીં અને હળદરનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક બાઉલમાં દહીં લો. તેમાં એક ચમચી હળદર પાવડર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. તેને તમારા ટેન કરેલા હાથ પર લગાવો. તેને હાથ પર 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી હાથ ધોઈ લો. દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. હળદર અસમાન ત્વચાની ટોન સુધારે છે.

લીંબુનો રસ વાપરો

એક બાઉલમાં લીંબુનો રસ લો. આ રસને હાથ પર લગાવો. તેને હાથ પર 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી હાથ ધોઈ લો. લીંબુના રસમાં વિટામિન સી હોય છે. તે ત્વચાના કોષોને યુવી કિરણોથી બચાવે છે. હાથ ધોયા પછી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો.

એલોવેરાનો ઉપયોગ કરો

એલોવેરાનો ઉપયોગ ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે. હાથમાંથી ટેન દૂર કરવા માટે તમે એલોવેરાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે હાથ પર એલોવેરા જેલ લગાવો. આ જેલમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે ટેન દૂર કરે છે.

કાકડીનો ઉપયોગ કરો

પાચનતંત્ર

હાથમાંથી ટેન દૂર કરવા માટે કાકડીનો ઉપયોગ કરો. આ માટે એક કપ કાકડીમાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરો. તેમાં હળદર પાવડર ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને લગાવો અને અડધો કલાક રહેવા દો. ત્યાર બાદ હાથ ધોઈ લો. તે તમારી ત્વચાને તાજી રાખવા અને ત્વચાની ચમક જાળવી રાખવાનું કામ કરે છે.

ચંદન અને હળદરનો ઉપયોગ કરો

આ માટે એક બાઉલમાં જરૂર મુજબ ચંદન પાવડર લો. તેમાં હળદર પાવડર ઉમેરો. તેમાં ગુલાબજળ ઉમેરો. આ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને હાથ પર લગાવો. આ પેસ્ટને હાથ પર 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ધોઈ લો.

Read Also

Related posts

મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું

Zainul Ansari

પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન

Zainul Ansari

નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ

Hemal Vegda
GSTV