GSTV
Home » News » ઘરના સાદા બેસનમાં જ બનાવો હલવાઇ જેવાં એકદમ સ્પોંજી અને ફૂલેલાં ખમણ

ઘરના સાદા બેસનમાં જ બનાવો હલવાઇ જેવાં એકદમ સ્પોંજી અને ફૂલેલાં ખમણ

ઢોકળાં અને હાંડવો તો બધાંના ઘરમાં બનતાં હોય છે, પરંતુ મોટાભાગના લોકો બજારમાંથી તૈયાર લાવતા હોય છે. કારણકે મોટાભાગના લોકોની એવી ફરિયાદ હોય છે કે, ઘરે બનાવેલાં ખમણ કંદોઇનાં ખમણ જેવાં ફૂલતાં નથી અને સ્પોંજી નથી બનતાં. આજે અમે લાવ્યા છીએ એકદમ કંદોઇનાં ખમણ જેવાં જ સ્પોંજી અને ફૂલેલાં ખમણ ઘરે બનાવવાની રેસિપિ. એ પણ એકદમ સરળતાથી બની જશે અને ઝડપથી પણ. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

ખમણ
સામગ્રી

એક કપ પાણી
એક કપ બેસન
અડધી ટીસ્પૂન લીંબુના ફૂલ
દોઢ ટીસ્પૂન ખાંડ
એક ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
દોઢ ટીસ્પૂન ઇનો (ફ્રૂટ સોલ્ટ)
ચપટી હળદર
એક ટીસ્પૂન મીઠું
વઘાર માટે
બે ટીસ્પૂન તેલ
એક ટીસ્પૂન રાઈ
બે લીલા મરચાં ઝીણા સમારેલા
ચપટી હિંગ
એક ટીસ્પૂન તલ (નાખવા હોય તો)
બે ટીસ્પૂન ખાંડ અને
એક વાટકી હુંફાળું પાણી

રીત

એક તપેલામાં પાણી રેડી નીચે કાંઠકો મૂકો અને ઉપર પહોળી થાળીમાં તેલ લગાવીને તેને ગરમ કરવા મૂકો. એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળો. આ પાણીમાંથી અડધો કપ પાણી કાઢી લો. ત્યારબાદ વધેલાં પાણીમાં ધીમે ધીમે બેસન નાખીને હલાવી લો. ત્યાર પછી તેમાં આદું-મરચાંની પેસ્ટ અને હળદર ઉમેરી મિક્સ કરો. પછી તેમાં ઇનો નાખીને હલાવો જેથી ખીરું ફૂલી જશે આ મિશ્રણને હલાવતા-હલાવતા જ થાળીમાં રેડી લો. 15થી 20 મિનિટ ઢાંકીને ચડવા દો. ચડી ગયા પછી બહાર કાઢી લો. એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો, રાઈ તતડે પછી લીલા મરચાંના ટુકડા, તલ અને હિંગ ઉમેરો. થાળીમાં તૈયાર નાયલોન ખમણ ઉપર આ વઘાર રેડી દો. હવે તેનાં પર બાજુમાં કાઢી રાખેલું હુંફાળું ખાંડનું પાણી રેડો. તમે તેના પર કોથમીર અને કોપરાનું છીણ નાખીને પણ સર્વ કરી શકો છો.

Related posts

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah

શું તમે પૈસાદાર થવા માંગો છો?, તો આજે જ છોડી દો કારણ વગરનાં આ 5 બહાના!

Kaushik Bavishi

હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગશે, બનાવાયા કડક નિયમો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!