GSTV

રોજ રાતની ઊંઘ બગાડતાં હોય નસકોરાં તો, અજમાવી જુઓ આ 3 માંથી 1 આયુર્વેદિક ઉપાય

રાત્રે જો ઊંઘ સારી આવે તો, આખો દિવસ ગમે તેટલું કામ કર્યું હોય તો પણ બધો જ ઉતરી જાય અને સવારે એકદમ ફ્રેશ ઊઠાય. એટલે જ દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે કે, રાત્રે ઊંઘ સરખી આવે. જોકે કેટલીકવાર પોતાનાં કે પાર્ટનરનાં નસકોરાંના કારણે ઊંઘ બગડતી હોય છે. ઘણા પ્રયત્નો કરવા છતાં જો નસકોરાંની સમસ્યાથી છૂટકારો મળતો ન હોય તો, કેટલાક આયુર્વેદિક ઉપાયો કરવાથી ચોક્કસથી છૂટકારો મેળવી શકાય છે.

ઑલિવ ઑઇલ
રોજ રાત્રે અડધી ચમચી ઑલિવ ઓઇલ અને અડધી ચમચી મધ લેવું જોઇએ. તેનાથી ધીરે-ધીરે નસકોરા ઓછા થવા લાગે છે. આ બંને વસ્તુઓમાં રહેલાં તત્વો શ્વાસ નળી સાફ કરે છે અને રાત્રે શ્વાસ લેવામાં સરળતા મળે છે અને નસકોરાની સમસ્યા સમાપ્ત થાય છે.

લસણ
નાક અથવા ગળામાં બલગમની માત્રા વધી જવાથી રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જેનાથી નસકોરી બોલે છે. સૂતી વખતે નિયમિત બે કળી લસણ ખાવાથી ગળું સાફ રહે છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે. જેથી નસકોરાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

હળદર
આયુર્વેદમાં નસકોરાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે હળદરને મહત્વની ગણવામાં આવે છે. રોજ રાત્રે સૂતાં પહેલાં એક ગ્લાસ દૂધમાં થોડી હળદર મિક્સ કરી પીવાથી નાક અને ગળું બંને સાફ રહે છે અને રાત્રે સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી. જેથી નસકોરાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!