બાળકના કપાયેલા માથાના વીડિયોની હકીકત ચોંકાવી દેશે, અહીં દર નવરાત્રિએ થાય છે આવું

સોશ્યલ મીડિયા પર કેટલાંક ફોટો અને એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. જેમાં એક બાળકનું કપાયેલું માથું કોઈ અર્થિ પર લઈ જવાઈ રહ્યું છે. સાથે એક ટોળું પણ ચાલી રહ્યું છે. એક માણસ તલવાર લઈને ચાલી રહ્યો છે જેના પર લોહી લાગેલું છે. ટોળું નારાબાજી કરતું ચાલી રહ્યું છે. વીડિયોમાં સાથે લખ્યું છે કે રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ગંગાપુર થાના ક્ષેત્રમાં ખાકરા ગામમાં એક બાળકની બલિ ચડાવી દેવાઈ છે. ધી વિલેજ ન્યૂઝના નામના એક પેજ પર આ વીડિયો શૅર કરતા લખવામાં આવ્યું છે કેઃ

ઘટનાઃ રાજસ્થાન ભીલવાડા જિલ્લામાં એક માસૂમ બાળકની બલિ ચઢાવીને રેલી કઢાઈ. બાળકનો ચહેરો જોઈને તમને રડવું આવી જશે.

રાજસ્થાનના ભીલવાડામાં ટોળાએ માસૂમ બાળકની બલિ ચડાવી દીધી. આ અંધવિશ્વાસીઓને કોઈ પૂછો, આ બિચારા બાળકનો શું વાંક હતો.

સત્ય શું છે?

હકીકતમાં આ કોઈ ઘટના નથી પરંતુ ગંગાપુરના ખાકરા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના દિવસોમાં જાદૂ અને કરતબથી ગામના લોકોનું મનોરંજન કરવામાં માટે નાટકીય રૂપથી આવું સરઘસ કઢાયું હતું. જેમાં કોઈ બાળકની બલિ અપાઈ નથી. ખાકરા ગામમાં 150 વર્ષોથી જાદૂ ટોણાના કાર્યક્રમો માટે પ્રખ્યાત છે. ખાકરાને કાંગરુનો દેશ માનવામાં આવે છે. આ સરઘસ દર નવરાત્રિએ મા ચામુંડાના મંદિરથી શરૂ થાય છે જેમાં મુખ્ય રૂપથી ગળામાં છરો નાંખવો, પેટમાં છરો નાંખવો, ગળાનું કપાયેલું હોવુ, તલવારની અમી પર પત્થરનું ઉડવું જેવા કરતબો કરવામાં આવે છે. જેને જોવા માટે આસપાસ હજારો લોકો ભેગાં થઈ જાય છે. આ પ્રોગ્રામ માટે ગામ પ્રખ્યાત છે. આ બાળકનું નામ ભાવેશ જોશી અને તે જીવિત છે. બસ કરતબ દેખાડવા માટે આવું કરાયું હતું. તલવાર અને તેના પર લગાવેલું લોહી પણ નકલી હતું.

ભીલવાડા પોલીસે પણ આ બાબતે જાણકારી આપી હતી.

આ રીતે ફેક પોસ્ટને રિપોર્ટ કરો

જો તમે લેપટોપ અથવા ડેસ્કટોપ પર ફેસબુકનો ઉપયોગ કરો છો તો તમે આ પોસ્ટ ઓપન કરો. ઓપ્શન્સમાં Give Feedback અને Report Photo પર ક્લિક કરો. જેમાં False News પર ક્લિક કરો. અને Send બટન પર ક્લિક કરી દો. ટ્વિટર પર Optionsમાં જઈને તેને Spam રિપોર્ટ કરી શકો છો.

જો તમે મોબાઈલ ફોનમાં ફેસબુકનો ઉપયોગ કરો છો તો આ ફોટોને ઓપન કરો. તેના પર options પર ક્લિક કરો. Optionsમાં Give Feedback અથવા Report Photo પર ક્લિક કરો. જેમાં False News પર ક્લિક કરો અને સેન્ડ કરી દો. ટ્વિટર પર Optionsમાં જઈને તેને Spam રિપોર્ટ કરી શકો છો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter