GSTV
Home » News » જાણો, ધોનીના આઉટ થવા પર કેમેરામેનના રડતા ફોટોનું સત્ય

જાણો, ધોનીના આઉટ થવા પર કેમેરામેનના રડતા ફોટોનું સત્ય

ઘણીવાર કહેવામાં આવે છે કે એક ફોટો એક હજાર શબ્દો જેટલું બોલે છે. ઘણીવાર એવા ફોટાઓ પડી જાય છે કે જે આપણા મનમાં છાપાઈ જાય છે. વર્લ્ડકપ સેમિ-ફાઇનલ્સમાં કંઈક એવું જ બન્યું. વિરાટનો ગુસ્સો, રોહિતનુ રડવુ અથવા ખેલાડીઓ હેરાન થયા હોય જેવા ઘણા ફોટાઓ ખેંચાય છે જે રમતના ઉત્સાહીઓ તેમના જીવનમાં ક્યારેય ભૂલતા નથી.

તેમાંથી એક ફોટો ધોનીના રન આઉટનો પણ છે. આ ફોટો પાડવાનો પછતાવો દેશના દરેક નાગરિકને રહેશે. બધા જ વિચારે છે કે કદાચ આ ફોટો ન પડ્યો હોત! ધોની આઉટ ન થાત અને ભારત સેમિ-ફાઇનલમાં જીતી ગયું હોત પરંતુ તે થયું નથી. એક કહેવત છે, જે પસાર થઈ જાય તેને ટાળી શકાતુ નથી.

ધોનીના આઉટ થયા પછી ભારત મેચ હારી ગયુ હતુ અને સોશિયલ મીડિયા પર ધોનીના સંબંધિત પોસ્ટ્સની ભરમાળ આવી હતી. કારણ કે આ મેચમાં, ધોની અને જાડેજા ન્યૂઝીલેન્ડના બોલરો સામે 92 રનમાં 6 વિકેટ ગુમાવ્યા પછી પણ ટકી રહ્યાં હતા.

મેચ સમાપ્ત થયા પછી સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારનાં પોસ્ટ્સ અને ફોટાઓ આવી હતી જે જોઈને કોઈ પણ લાગણીશીલ બની જાય. આ ક્રમમાં યૂઝરે સોશિયલ મીડિયા પર ધોની અને કેમેરામેનનો એક ફોટો શેર કર્યો હતો. ધોનીના આઉટ થયા પછી આ ફોટાને જોતા તેવું લાગે છે કે કૅમેરામેન પણ રડે છે.  આ ફોટાને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટો આવી છે, જુઓ.

આ ફોટો ઈરાકી જર્નાલિસ્ટ મોહમ્મદ અલ-અજ્જાવીની છે અને આ ફોટો આ વર્ષે જાન્યુઆરીમાં ફુટબોલ એશિયા કપ દરમિયાન લેવામાં આવ્યો હતો. જ્યારે ઈરાકે કતારની સામે હારવુ પડ્યુ હતુ. તે દરમિયાન ફોટોગ્રાફર પોતાના આસુ રોકી શક્યા ન હતા. આ ફોટો તે દરમિયાન ઈજિપ્ટિયન ફોટોગ્રાફર સઈદ હસને પાડ્યો હતો.

READ ALSO

Related posts

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં વધતા પ્રદુષણને રોકવા મ્યુનસીપલ કોર્પોરેશને લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!