GSTV
Gujarat Government Advertisement

અમદાવાદના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરના આ ટ્રસ્ટીએ વિવાદોને લઇને આપ્યું રાજીનામું

Last Updated on October 24, 2020 by

અમદાવાદના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી એવા સુધીર નાણાવટીએ વિવાદોને લઇને ટ્રસ્ટી પદેથી રાજીનામુ આપ્યુ છે. ત્યારે આ સ્થિતીમાં હાલમાં મંદિર ખોલવાની માંગ ઉઠી છે. જેથી મંદિર દ્વારા જરુરી વ્યવસ્થા કરી દેવામા આવી છે પણ મંદિરના દ્વારા શ્રદ્ધાળુઓ માટે ક્યારે ખુલશે તે નકકી નથી. અમદાવાદમાં કેમ્પ હનૂમાન મંદિર પ્રસિધ્ધ છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. જોકે કોરોનાના કાળને લઇને આ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખોલવામા આવ્યું નથી. ત્યારે આ સ્થિતીમાં મંદિર ટ્રસ્ટી પૈકી એક એવા સુધીર નાણાવાટીએ રાજીનામુ આપતા આ બાબત ચર્ચાનો વિષય બની છે.

મંદિર ખોલવામા આવે તે માટે મંદિર દ્વારા જરુરી વ્યવસ્થા કરી દેવામા આવી

રાજીનામા અંગે સુધીર નાણાવટીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી ટ્રસ્ટીઓ અને પૂજારીઓ વચ્ચે મતભેદ જોવા મળે છે.પ્રસાદની બાબત તેમજ મેનેજીંગ ટ્ર્સ્ટી જેવા મુદ્દાને લઇ વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે કેટલાક લોકો દ્વારા ચેરીટી કમિશ્નરમા લીટીગેશન કરવામા આવી છે. આ વિવાદો ઉકેલવા ટ્રસ્ટી તરીકે પ્રયાસ કરવા છતા કોઇ ઉકેલ ન આવતા અંતે તેઓએ રાજીનામુ આપ્યુ છે. બીજી તરફ કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા કેમ્પ મંદિર ખોલવાની સતત માંગ કરવામા આવી રહી છે. આ અંગે કેમ્પ હનુમાન ટ્રસ્ટી પાર્થિવ અધ્વર્યુએ કહ્યું કે ભક્તો માટે મંદિર ખોલવામા આવે તે માટે મંદિર દ્વારા જરુરી વ્યવસ્થા કરી દેવામા આવી છે.

ભક્તો વચ્ચે અંતર જળવાય તે માટે માર્કીંગ કરવામા આવ્યુ છે. મંદિરમાં રહેલા નળ સેન્સર આધારિત કરી દેવાયા છે. સેનેટાઇઝર મશીન તેમજ ટેમ્પરેચર ગનની પણ વ્યવસ્થા કરાઇ છે. પરંતુ મંદિર ક્યારે ખોલવામા આવશે તે અંગે ચોક્કસ કહી શકાય નહીં. કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા મંદિર ખોલવા માટે મંજુરી આપી દેવામા આવી છે. પરંતુ કેન્ટોનમેન્ટ વિસ્તારના ગેટ ખોલવાની સતા આર્મીના સ્ટેશન કમાન્ડર પાસે છે અને તેઓએ વિનંતી કરી છે કે હાલ ભકતો માટે મંદિર ખોલવામા ન આવે તો સારું. સૌથી મહત્વની બાબત એ છે કે મંદિર ભક્તો માટે બંધ હોવા છતા કોરોનાના 15 કેસ આવી ચુક્યા છે.

ભક્તોના ધસારાથી કોરોનાનો ચેપ વધી શકે છે

વધુમાં મંદિર પાછળ કોવિડ કેર સેન્ટર છે. આ સંજોગોમાં ભક્તોના ધસારાથી કોરોનાનો ચેપ વધી શકે છે. કાળી ચૌદશે હવન માટે આર્મીની મંજૂરી માગી છે પણ ભક્તોને પ્રવેશ નહીં અપાય. એક તરફ કેટલાક ભક્તો દ્વારા મંદિર ખોલવાની માંગ થઇ રહી છે. ત્યારે તત્કાલિન ટ્રસ્ટી સુધીર નાણાવટીનું માનવુ છે કે, થિયેટરો ખૂલી ગયાં છે. મંદિર ખોલવામાં કોઇ વાંધો ન હોઇ શકે. મંદિર દ્વારા ભકતો માટે કોવીડ ગાઇડ લાઇનની વ્યવસ્થા પણ ઉભી કરી દેવામાં આવી છે ત્યારે હવે જોવાનુ એ રહે છે કે કેમ્પ હનુમાન મંદિર ભક્તો માટે ક્યારે ખુલ્લુ મુકાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોર્ટનો ચુકાદોઃ દીકરો 18 વર્ષનો થાય એટલે પૂરી નથી થતી પિતાની જવાબદારી, ભણતર સાથે પોકેટમનીનો ઉઠાવવો પડશે ખર્ચ

Harshad Patel

કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ખુશખબર, બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકે છે આ રસીઃ સંશોધનમાં થયો આ ખુલાસો

Harshad Patel

BIG NEWS: અમદાવાદમાં AMTS અને BRTSમાં મુસાફરોની ફરજીયાત રસી મામલે મેયરે ફેરવી તોળ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!