GSTV
Gujarat Government Advertisement

ટ્રમ્પની ભારત મુલાકાત પર ભાજપના જૂના સાથીએ માર્યા ચાબખા, ગરીબ અને મધ્યમવર્ગને રતીભાર પણ અસર નહીં થાય

Last Updated on February 24, 2020 by Mayur

શિવસેનાએ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. શિવસેનાએ તેમના મુખપત્ર સામનામાં જણાવ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિની લગભગ 36 કલાકની ભારત મુલાકાતથી ગરીબ અને મધ્યમ વર્ગના ભારતીયોના જીવન પર રતીભાર પણ અસર નહીં પડે. તો પછી ટ્રમ્પની યાત્રાના ગુણગાન ગાવાનો અને આ બાબતે ગૌરવ અનુભવવાની શું જરૂર છે.

ઉત્સુકતા માત્ર અમદાવાદમાં જ હશે

શિવસેનાએ કહ્યું કે જો ટ્રમ્પની મુલાકાતને લઇને ક્યાંય ઉત્સુકતા હશે તો તે અમદાવાદમાં જ હશે. ટ્રમ્પ ભારત મુલાકાતનો એકમાત્ર હેતુ અમેરિકાનો વેપાર વધારવાનો છે. શિવસેનાએ જણાવ્યું કે ટ્રમ્પ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પરના પ્રતિબંધ મુદ્દે પણ ચર્ચા કરશે. પરંતુ આ આપણો આંતરિક વિષય છે.

ત્યારે ભારતની ધરતી પર કોઈ અસર નહીં પડે

આ દેશ લોકશાહી રૂપે ચૂંટાયેલા લોકો ચલાવે છે અને તેમને બહારના માર્ગદર્શનની કોઇ જરૂર નથી. શિવસેનાએ કહ્યું કે જ્યારે ટ્રમ્પ તેમના આગમનના લગભગ 36 કલાક પછી ભારત છોડશે ત્યારે ભારતીય ધરતી પર તેમની યાત્રાની કોઈ અસર નહીં પડે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પૂર્ણ રાજ્ય/ પીએમઓમાંથી ફોન જતાં મહેબૂબા તૈયાર થયાં, કાશ્મીરમાં મોદી સરકાર ભરી શકે છે પારોઠનાં પગલાં

pratik shah

સુપર વેક્સિન/ કોરોના ફેમિલીના તમામ વેરિએન્ટને આપશે માત, સેકન્ડ જનરેશન વેક્સિન કરશે ચમત્કાર

pratik shah

કોર્ટનો ચુકાદોઃ દીકરો 18 વર્ષનો થાય એટલે પૂરી નથી થતી પિતાની જવાબદારી, ભણતર સાથે પોકેટમનીનો ઉઠાવવો પડશે ખર્ચ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!