GSTV
Gujarat Government Advertisement

26 મિનિટના ભાષણમાં ટ્રમ્પ 50 વખત બોલ્યા આ શબ્દ, મોદીના નામનું જ એટલી વખત કર્યુ પુનરાવર્તન કર્યુ કે…

Last Updated on February 24, 2020 by Bansari

ભારતના બે દિવસીય પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની એકતાની પ્રશંસા કરી. તેમણે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં જણાવ્યું કે ભારતની એકતા વિશ્વ માટે પ્રેરણાદાયક છે. આ સાથે જ તેમણે સ્વામી વિવેકાનંદના કથનને યાદ કરીને કહ્યું કે, ભારત અને અમેરિકા સ્વાભાવિક સહયોગી છે. પોતાના 26 મિનિટના ભાષણમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત શબ્દનો ઉલ્લેખ વારંવાર કર્યો અને 50 વખત આ શબ્દનું પુનરાવર્તન કર્યુ.

આ શબ્દનો સૌથી વધુ વખત કર્યો ઉપયોગ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના 26 મિનિટના ભાષણમાં અમેરિકા શબ્દ 23 વાર, મોદી 12, દુનિયા 11, આતંકવાદ 7, પાકિસ્તાન 4, મિલિટરી 7, લોકતંત્ર 5, મિત્રતા 5, અર્થવ્યવસ્થા 5, વેપાર 4, કલ્ચર 3, બોર્ડર 2, સુરક્ષા 3, પાડોશી 2, ગુજરાત, ગાંધી અને મોટેરા 2 વાર અને ગરીબી શબ્દનો 2 વાર ઉલ્લેખ કર્યો. જ્યારે તેના ભાષણમાં સાયન્સ, ટેક્નોલોજી, બોલીવુડ, ચાવાળા, સચિન તેંડુલર, વિરાટ કોહલી, સરદાર પટેલ, વિવેકાનંદ અને તાજમહેલનો પણ ઉલ્લેખ થયો.

પ્રધાનમંત્રી મોદીના ભાષણમાં આ સાત વાતો રહી ખાસ :

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધન કર્યું હતું. મોદી અને ટ્રમ્પે એક લાખથી વધારે લોકોને સંબોધન કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત નમસ્તેથી કરી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો કઈ કઈ રહી તેના પર એક નજર કરીએ તો…

નમસ્તે શબ્દનો અર્થ સમજાવ્યો

વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત ટ્રમ્પ અને તેમના પરિવારના સ્વાગતથી કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ માટે અમેરિકાથી સીધા અમદાવાદ આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો. સાથે જ આ કાર્યક્રમના નામ નમસ્તેના શબ્દનો અર્થ પણ સમજાવ્યો હતો.

ગુજરાતના લોકોનો માન્યો આભાર

પીએમ મોદીએ પોતાના ભાષણમાં આટલા ભવ્ય સમારોહ માટે ગુજરાતના અને અન્ય રાજ્યના લોકોનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત આઝાદીના યોગદાન ધરાવતી સાબરમતી નદીના કિનારે સ્વાગત હોવાનું જણાવ્યું. મોદીએ પોતાના ભાષણમાં 5 હજાર વર્ષ જૂનાં ધોળાવીરા અને લોથલ સી પોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને લિબર્ટી પર ગર્વ

વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરીને જે રીતે અમેરિકાના લોકોને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગર્વ છે તેવી જ રીતે ભારતીયોને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગર્વ હોવાની વાત કરી.

ભારત-અમેરિકાની દોસ્તી એક નવો અધ્યાય

પીએમ મોદીએ ટ્રમ્પની આ મુલાકાતથી ભારત-અમેરિકાની મજબૂત દોસ્તીનો ઉલ્લેખ કરી આ એક એવો અધ્યાય છે જે ભારત-અમેરિકાના લોકોના વિકાસને નવી તક આપશે તેમ જણાવ્યું હતું. સાથે જ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કાર્યક્રમ બાદ અમેરિકા અને ભારતના લોકો માટે પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટીનો નવો દસ્તાવેજ તૈયાર થશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની કરી પ્રશંસા

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રશંસા પણ કરી હતી. તેઓએ કહ્યું હતું કે ટ્રમ્પ ખૂબ મોટું વિચારે છે અને અમેરિકી ડ્રિમ્સને સાકાર કરવા માટે તેમણે જ કર્યું છે તે આખી દુનિયા જાણે છે.

મેલેનિયાના બાળકો માટેના કાર્યની કરી પ્રશંસા

વડાપ્રધાન મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી અને ટ્રમ્પના પત્ની મેલેનિયાના બાળકો માટેના તેમના કાર્યક્રમોની પ્રશંસા કરી હતી. સાથે જ મેલેનિયાની ભારત મુલાકાત ખૂબ સન્માનની વાત હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

ઈવાન્કાના ભારત પ્રવાસની વાત કરી

પીએમ મોદીએ પોતાના ભાષણમાં ઈવાન્કાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ઈવાન્કા બે વર્ષ પહેલાં પણ તમે ભારત આવ્યા હતા. ત્યારે તમે કહ્યું હતું કે, હું ફરી ભારત આવવા માંગીશ. મને ખુશી છે કે આજે તમે ફરી અમારી વચ્ચે છો. તમારું સ્વાગત છે. જમાઈ વિશે મોદીએ કહ્યું કે, તમે લાઈમ લાઈટથી દૂર રહો છો. તમને મળીને અહીં જોઈને ઘણી ખુશી થાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની મુંબઇ NCBએ કરી ધરપકડ, ચરસ કેસના તાર અંડરવર્લ્ડ સુધી જોડાયા

Zainul Ansari

પીએનબીને હજારો કરોડનો ચૂનો લગાવનાર ભાગેડુ નીરવ મોદીને બ્રિટનની અદાલતે આપ્યો ઝટકો, ભારત પ્રત્યાર્પણ રોકવાનું આવેદન ફગાવી દીધું

Harshad Patel

પંજાબ કોંગ્રેસ ઘમાસાણ મુદ્દે હાઈકમાન્ડ સક્રિય, રાહુલ ગાંધીને મળ્યા પંજાબ કોંગ્રેસના ટોચના નેતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!