GSTV

ટ્રમ્પની એક ભૂલને કારણે અમેરિકાને 100 અબજનું નુક્સાન, ભારતીયોએ સૌથી વધુ ભોગવવું પડ્યું

ટ્રમ્પે એચ-1બી વિઝા પર ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂકી દેવાનો જે નિર્ણય કર્યો તેનાથી 100 અબજ ડોલરનું નુકસાન થયું છે. અમેરિકન થિંક ટેંક બ્રૂકિંગ્સ ઈન્સ્ટિટયૂટના અહેવાલમાં આ દાવો કરાયો હતો. 500 કંપનીઓ પર તેની ગંભીર નકારાત્મક અસર થઈ છે અને તેની અસર આગામી વર્ષોમાં પણ રહેશે.

વિઝા પર પ્રતિબંધના નિર્ણયથી થશે નુકશાન

અમેરિકાની એક થિંક ટેંક બુ્રકિંગ્સ ઈન્સ્ટિટયૂટના એક અહેવાલમાં દાવો કરાયો હતો કે ટ્રમ્પે વિઝા પર પ્રતિબંધ મૂકવાનો જે નિર્ણય કર્યો તેનાથી 100 અબજ ડોલરનું નુકસાન થશે. ટ્રમ્પે 22મી જૂને કાર્યકારી આદેશ જાહેર કરીને ડિસેમ્બર-2020 સુધી પ્રતિબંધ મૂકી દીધો હતો. તેના કારણે ખાસ તો એચ-1બી વિઝા કેટેગરી પર અમેરિકા આવતા વિદેશી નાગરિકોનો અમેરિકા પ્રવેશ અટકી ગયો હતો. અહેવાલમાં દાવો થયો હતો એ પ્રમાણે 500 કંપનીઓ પર આ નિર્ણયની ગંભીર નેગેટિવ અસર થઈ હતી. વિદેશથી કુશળ કર્મચારીઓ અમેરિકા ન આવતા આઈટી ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ છે. એચ-1બી વિઝા આઈટી પ્રોફેશ્નલ્સમાં સૌથી વધુ લોકપ્રિય છે અને ભારતના અસંખ્ય આઈટી પ્રોફેશ્નલ્સ આ કેટેગરીના વિઝા પર અમેરિકા જાય છે.

કાયમી ધોરણે નેગેટિવ પ્રભાવ રહેશે

બુ્રકિંગ્સના અહેવાલમાં કહેવાયું હતું કે ટ્રમ્પના નિર્ણય લગભગ બે લાખ વિદેશી નિષ્ણાતો અમેરિકા આવી શક્યા ન હતા. આ નુકસાન એક વખત પૂરતુ નહીં હોય. થિંક ટેંકના દાવા પ્રમાણે ટ્રમ્પના આ અવિચારી નિર્ણયની અસર આગામી વર્ષોમાં પણ રહેશે. કદાચ કાયમી ધોરણે તેનો નેગેટિવ પ્રભાવ રહેશે. ટ્રમ્પની વિઝાનીતિ અમેરિકન વર્ક કલ્ચરમાં ઊંડી અસર કરશે એવો મત અહેવાલમાં અપાયો હતો.

આ ક્ષેત્રમાં નિર્ણયની અસર લાંબાગાળા સુધી વર્તાશે

થિંક ટેંકના અંદાજ પ્રમાણે વિદેશી વિદ્યાર્થીઓની બાબતે પણ અમેરિકન યુનિવર્સિટીઓને અસર થશે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ટ્રમ્પના આ નિર્ણયની અસર લાંબાંગાળા સુધી વર્તાશે. આ અહેવાલ ત્રણ પ્રોફેસરોએ મળીને તૈયાર કર્યો હતો. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પ્રોફેસર એવા ભારતીય મૂળના પૃથ્વીરાજ ચૌહાણ, પેન્સિલવેનિયા યુનિવર્સિટીના પ્રોફેસર બ્રિટા ગ્લેનન અને બુ્રકિંગ્સ ઈન્સ્ટિટયૂટના નિષ્ણાત ડેની બહસરે આ રીપોર્ટ વિવિધ આંકડાનો અભ્યાસ કરીને રજૂ કર્યો હતો.

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!