GSTV

ટ્રમ્પ અધવચ્ચેથી પ્રેસ કોન્ફરન્સ છોડીને જતા રહ્યાં, આ હતું મોટું કારણ

Last Updated on August 10, 2020 by pratik shah

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન થતા વિવાદોને લઈ ચર્ચામાં રહે છે. તાજેતરના કિસ્સામાં રવિવારે જ્યારે તેમનું જુઠાણું પકડાઈ ગયું તો તેઓ પ્રેસ કોન્ફરન્સ વચ્ચેથી જ છોડીને ભાગ્યા હતા.

ન્યૂ જર્સીના ગોલ્ફ ક્લબમાં રવિવારે એક કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે ઓબામાના કાર્યકાળ દરમિયાન પાસ થયેલા હેલ્થ કેર પ્રોગ્રામને પોતાની ઉપલબ્ધિ ગણાવી હતી અને તેના વખાણ કરી રહ્યા હતા. તે સમયે એક રિપોર્ટરે તેમને વચ્ચે ટોક્યા એટલે તેઓ નારાજ થઈને પ્રેસ કોન્ફરન્સ પૂરી કર્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા. એક અહેવાલ પ્રમાણે ટ્રમ્પ આ પ્રોગ્રામને લઈ 150 કરતા પણ વધારે વખત ખોટું બોલી ચુક્યા છે.

હેલ્થ કેર પ્રોગ્રામનું જુઠાણું પકડાયું

અમેરિકી રાષ્ટ્રપતિએ કરેલા દાવા પ્રમાણે તેમણે નિવૃત્ત કર્મચારીઓ માટે હેલ્થ કેર પ્રોગ્રામ (વેટેરન્સ ચોઈસ પ્રોગ્રામ) પાસ કર્યો છે. લોકો અનેક દશકાથી આ પ્રોગ્રામ પાસ થાય તેની રાહ જોઈ રહ્યા હતા પરંતુ કોઈ રાષ્ટ્રપતિએ તેને પાસ કરવામાં દિલચસ્પી ન બતાવી. પરંતુ તેમના (ટ્રમ્પના) પ્રશાસને તેને પસાર કરીને બતાવ્યું.

રીપોર્ટરના સવાલથી અકળાયા ટ્રમ્પ

ટ્રમ્પના આ દાવા મામલે ન્યૂઝ રિપોર્ટર પાઉલા રેડે તેમને સવાલ કર્યો હતો કે, ‘તમે સતત એવું શા માટે કહો છો કે તમે જ આ હેલ્થ કેર પ્રોગ્રામ પાસ કર્યો છે? તેને 2014માં પાસ કરવામાં આવ્યો હતો અને તે સમયે બરાક ઓબામા રાષ્ટ્રપતિ હતા. આ નિવેદનો ખોટા છે.’ રિપોર્ટના આ સવાલ બાદ ટ્રમ્પ ઉશ્કેરાઈ ગયા હતા અને થોડો સમય અટક્યા બાદ તેઓ ‘ઓકે, તમારા બધાનો ખૂબ આભાર’ એમ કહીને પ્રેસ કોન્ફરન્સ વચ્ચેથી જ છોડીને જતા રહ્યા હતા.

શું છે આ પ્રોગ્રામ?

હકીકતે બરાક ઓબામાએ પોતાના બીજા કાર્યકાળ દરમિયાન 2014ના વર્ષમાં આ પ્રોગ્રામ પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રોગ્રામ અંતર્ગત નિવૃત કર્મચારીઓ માટે મોટી જાહેરાતો થઈ હતી તથા તેમને સરકારી ખર્ચે કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં સારવારની મંજૂરી મળી હતી.

ઓબામાના કાર્યક્રમને પોતાનો ગણાવે છે ટ્રમ્પ

આ પ્રોગ્રામ પાસ થયા બાદ કર્મચારીઓને સરકાર દ્વારા પસંદ થયેલી હોસ્પિટલમાં સારવારની જરૂર નથી રહેતી. ડોનાલ્ડ ટ્ર્મ્પ અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ બન્યા તો 2018માં તેમણે આ પ્રોગ્રામનો વિસ્તાર કર્યો હતો. ત્યાર બાદ ટ્રમ્પ જ્યાં પણ જાય ત્યાં આ પ્રોગ્રામને પોતાની સરકારની ઉપલબ્ધિ ગણાવીને તેના વખાણ કરી રહ્યા છે.

MUST READ:

Related posts

હિટ એન્ડ રન: જામકંડોરણા પાસે બાઈક સવાર પરિવારને ટક્કર મારી કાર ચાલક ફરાર, ત્રણના મોત: પોલીસ તપાસ શરૂ

pratik shah

સરહદ વિવાદ/ કેન્દ્ર સરકારે બંને રાજ્યની સરહદે સીઆરપીએફને તૈનાત કરી, કછાર જિલ્લાના એસપી ICUમાં, 50 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત

Bansari

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!