GSTV

ટ્રમ્પ વિલેજ: ભારતમાં આવતા ટ્રમ્પ સાહેબથી કોઈને ફાયદો થાય કે ન થાય, આ ગામને જરૂર થવો જોઈએ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે સમગ્ર દેશ થનગની રહ્યો છે. રાષ્ટ્રપતિ 24 ફેબ્રુઆરીએ ભારત આવી રહ્યા છે. જો કે, ટ્રમ્પના આ પ્રવાસનો ફાયદો અન્ય કોઈ રીતે થાય કે, ન થાય પણ હરિયાણાના મેવાત જિલ્લાના વિકાસ માટે તો ચોક્કસ તેને ઉપયોગમાં લઈ શક્યા હોત, પણ હરિયાણાના તંત્રના અધિકારીઓની જીદ સામે સરકાર આ અવસરનો ફાયદો ઉઠાવવાથી ચુકી ગઈ. 23 જૂન 2017ના રોજ એક એનજીઓએ મેવાતના મરોડા ગામને દત્તક લીધું હતું. આ ગામનું નામ ટ્રમ્પ વિલેજ રાખ્યું હતું.જો કે, તંત્રએ આ નામ હટાવી દીધુ હતું. અહીં એક સમયે સારામાં સારો કાર્યક્રમ પણ થયો હતો, 95 ઘરમાં સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું.

2017માં ટ્રમ્પ વિલેજ બનાવવાની યોજના બની

નીતિ આયોગે મેવાત જિલ્લાને દેશના સૌથી પછાત જિલ્લા તરીકે જાહેર કરી ચુક્યું છે. આ જિલ્લા દિલ્હીથી 100 કિમી દૂર રાજસ્થાનના અલવર અને હરિયાણાના ગુરૂગ્રામ શહેરની વચ્ચે આવે છે. પણ વિકાસની બાબતમાં આ જિલ્લો ઘણો દૂર નિકળી ગયો છે. સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણું અહીં ઉડીને આંખે વળગે તેવું છે. વોશિંગ્ટન ડિસીના એક કમ્યુનિટી ઈંવેટમાં સુલભ ઈંટરનેરનેશનલના સંસ્થાપક બિંદેશ્વરી પાઠકે 13 જૂનના રોજ અમેરિકીના અમુક લોકો સામે પ્રેઝંટેશન આપતા ભારતમાં ટ્રમ્પ વિલેજ બનાવવાની જાહેરાત કરી હતી, જેથી દેશના સૌથી પછાત જિલ્લાનો વિકાસ થઈ શકે.

તંત્રની જીદે આ ગામનો વિકાસ અટક્યો

આ જાહેરાત થયા બાદ 10 દિવસમાં જ અહીં ટ્રમ્પ વિલેજના બોર્ડ પણ લાગી ગયા હતા. મજેદાર કાર્યક્રમ પણ થયો, ગામના લોકોમાં આશા જાગી કે, હવે આ ગામનો વિકાસ થશે. જો કે, તંત્રને આ ગમ્યું નહીં અને તેમણે ના પાડી દીધી કે, આ ગામનું નામ મરોડા જ રહેશે, ટ્ર્મ્પ વિલેજ અમને મંજૂર નથી. અધિકારીઓએ તર્ક આપ્યો હતો કે, કોઈ પણ ગામનું નામ બદલવા માટેની એક પ્રક્રિયા હોય છે, જેને લઈ રેકોર્ડમાં ફેરફાર થાય છે, એટલા માટે તેને રદ કરીએ છીએ.

READ ALSO

Related posts

કોરોનાની કંપારી વચ્ચે એપ્રિલમાં ત્રાટકશે બમ ચક્રવાત, આ વિસ્તારને કરશે સૌથી વધારે અસર

Mayur

કોરોના વાઈરસ સામે લડવા માટે સરકારે 15,000 કરોડના પેકેજને મંજૂરી આપી, આ રીતે કરશે નાણાનો ઉપયોગ

Mayur

coronavirus symptoms : શું થાય છે જ્યારે તમે કોવિડ- 19 થી સંક્રમિત થાવ છો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!