GSTV

US Elections Result: ટ્રમ્પની ધમકી રાષ્ટ્રપતિ પદનો ‘ખોટી રીતે’ દાવો ના કરે બાઈડેન, હવે તો કાનૂની કાર્યવાહી શરૂ થશે

Last Updated on November 7, 2020 by Mansi Patel

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીને તેના વિરોધી જો બાયડનને ચેતવણી આપી છે કે તેઓ રાષ્ટ્રપતિ પદનો ‘ખોટી રીતે’ દાવો કરે છે. ટ્રમ્પે શુક્રવારે ટિ્‌વટ કર્યું હતું, કે ‘જો બાયડન ખોટી રીતે પ્રમુખપદનો દાવો ન કરે. હું પણ દાવો કરી શકું છું. કાનૂની કાર્યવાહી પણ કરી શકું છું. મહત્વપૂર્ણ રાજ્યોમાં મતગણતરી દરમિયાન ટ્રમ્પ જાહેરમાં જોવા મળ્યા નથી પરંતુ તે ટ્વિટર પર સક્રિય છે.

બાયડેને 264 ઇલેક્ટ્રિકલ કોલેજ મતો મેળવ્યા છે. જયારે ટ્રમ્પને ૨૧૩ જ મત મળ્યા છે. ૭૭ વર્ષીય બાયડેન પાંચમાંથી ચાર રાજ્યોમાં આગળ છે. ટ્રમ્પ એરિઝોનામાં બાયડેનથી 38 હજાર 455 મતોથી પાછળ ચાલી રહ્યા છે. એ જ રીતે, ટ્રમ્પ જ્યોર્જિયામાં 4હજાર 224, નવાડામાં 22 હજાર 657 અને પેન્સિલવેનિયામાં 19 હજાર 500 મતથી પાછળ છે. પરંતુ તેઓ ઉત્તર કેરોલિનામાં 76 હજાર 587 મતોથી આગળ છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત તરફ આગળ વધી રહેલા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડને પ્રતિક્રિયા આપી.. તેમણે જણાવ્યુ હતુ કે, મતગણનાના આંકડા પરથી નક્કી થઈ ગયુ છે કે, આપણે આ રેસને જીતી રહ્યા છીએ..  જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે. તેમ તેમ પરિણામ સ્પષ્ટ થઈ રહ્યા છે. જેમા તમામ  ધર્મ, જાતિ અને ક્ષેત્રના લોકો સામેલ છે અને આ ચૂંટણી પરિવર્તનની છે. બાઈડનને ચૂંટણીમાં 264 મત મળ્યા છે. જેથી તેઓ બહુમતથી માત્ર 6 મત દૂર છે. જ્યારે કે, ટ્રમ્પને 214 ઈલેક્ટોરલ મત મળ્યા છે.  મળતી માહિતી પ્રમાણે ચાર રાજ્યમાં બાઈડન આગળ છે જ્યારે એક રાજ્યમાં ટ્રમ્પ આગળ છે.

READ ALSO

Related posts

(BA.2)નો રાક્ષસી પંજો! ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ પણ વધુ ખતરનાક, RT-PCR પરીક્ષણો પણ તેને શોધી શકતા નથી

pratik shah

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

BIG NEWS : યુપી ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા RPN સિંહનું રાજીનામું, કહ્યું – ‘નવા અધ્યાયની શરૂઆત’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!