GSTV
Home » News » ચીને ટેરિફમાં વધારો કર્યો તો ભડક્યા ડોનાલ્ડ ટ્રંપ,કહ્યુ: અમને તેમની કોઈ જરૂર નથી

ચીને ટેરિફમાં વધારો કર્યો તો ભડક્યા ડોનાલ્ડ ટ્રંપ,કહ્યુ: અમને તેમની કોઈ જરૂર નથી

ચીને શુક્રવારે કહ્યુહતુકે, અમેરિકામાંથી આયાત કરાતા 75 અરબ ડોલરના ઉત્પાદનો પર 10 ટકા ફરી ચાર્જ લગાવશે. ટ્રંપે ચીનમાંથી આવતી 300 અબજ ડોલરની વસ્તુઓ ઉપર નવો ચાર્જ લગાવવાની ધમકી આપી હતી. તેના જવાબમાં ચીને આ પગલાં ભર્યા છે.

ચીનના આ પગલાં બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જવાબી કાર્યવાહીની વાત કહી છે. તેની સાથે જ તેમણે ચીનને ખરુ-ખોટું પણ સંભળાવ્યુ હતુ. તેમણે કહ્યુ છેકે, અમેરિકાને ચીનની કોઈ જરૂર નથી. ટ્રંપે કહ્યુ, અમારા દેશને આટલા વર્ષોમાં ચીનમાં ખરબો ડોલરનું નુકસાન થયુ છે. તેમણે એક વર્ષમાં અબજો ડોલર કિંમતની અમારી બૌદ્ધિક સંપદા ચોરી છે. અને તેઓ આ ચાલુ રાખવા માંગે છે પરંતુ હું આ થવા નહી દઉં.

ટ્રંપે કહ્યુછેકે, અમને ચીનની જરૂર નથી અને જો ઈમાનદારીથી કહૂ તો અમે તેના વગર સારા છીએ. વેપાર યુદ્ધ પહેલાં જ અમેરિકાની પ્રગતિની રફ્તાર ધીમી કરી ચૂક્યુ છે. અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને નબળી કરી છે. અને શેરબજારોની હાલત પણ ખરાબ કરી છે.

ચીન અને અમેરિકાની વચ્ચે આ અથડામણ બાદ દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની વચ્ચે વેપાર યુદ્ધ વધવાની આશંકા છે. ચીનની સીમા શુલ્ક આયોગે શુક્રવારે કહ્યુ હતુકે, ચીન અમેરિકાના 75 અબજ ડોલરની આયાત પર વધારાનો ચાર્જ લગાવશે. આ અમેરિકા તરફથી ચીનની વસ્તુઓ પર હાલમાં જાહેર કરેલાં ચાર્જનાં જવાબમાં છે.

વધુ એક જાહેરાતમાં કહ્યુ છેકે, ચીન, અમેરિકામાં બનેલાં વાહનો અને સાધનો પર 25 ટકા અને 5 ટકા વધારાનો ચાર્જ લગાવશે. આ ચાર્જ 15 ડિસેમ્બરે બપોરે 12 વાગીને 1 મિનીટ પર લાગૂ થષેય અમેરિકન સરકારે 15 ઓગષ્ટે જાહેરાત કરી હતીકે, તેઓ 300 અબજ ડોલરનાં ચાઈનીઝ પ્રોડક્ટ પર 10 ટકા વધારાનો ચાર્જ લગાવશે. આ ચાર્જ બે ચરણોમાં પહેલી સપ્ટેમ્બર અને 15 ડિસેમ્બરે લાગૂ થશે.

READ ALSO

Related posts

દિલ્હીમાં NCRની હડતાળના પગલે મેટ્રો અને સરકારી બસોમાં લોકોની ચીક્કાર ભીડ

Mayur

લગ્ન પછી સ્ત્રીએ ભુલથી પણ આ વસ્તુઓ બીજી મહિલા સાથે ન કરવી શેર, દાંપત્ય જીવન પર પડશે આવી અસર

Arohi

મોડી રીત સુધી જાગતી યુવતીઓને રહે છે આ એક જોખમ, કમરની સાઈઝ પર…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!