ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઇને લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમેરિકન એજન્સીઓએ ટ્રમ્પને 20 આતંકી સંગઠનોથી ખતરો હોવાની આશંકા વ્યક્ત કરી છે. જેમાં મુખ્યત્વે અલ કાયદા, ઇસ્લામિક સ્ટેટ્સ, હિઝબુલ મુજાહિદ્દીન અલ ઇસ્લામી એટલે કે હુજી. લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હમાસ અને ઇન્ડિયન મુજાહિદ્દીન સામેલ છે.
ટ્રમ્પ ભારતયાત્રાએ આવતા જ જૈશે આપી ધમકી
ટ્રમ્પની ભારત યાત્રાના અહેવાલો આવતા જ જૈશે ધમકી આપી હતી. આ ઉપરાંત ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ગતિરોધને કારણે એવી આશંકા છે કે ઇરાની નાગરિક પણ વિરોધ પ્રદર્શન કરી શકે છે. પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ પણ ખલેલ પહોંચાડી શકે છે.
ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક
આ તમામ આતંકી સંગઠનનોનો ઉલ્લેખ સુરક્ષા માટે બનાવાયેલી બ્લૂ પ્રિન્ટમાં કરવામાં આવ્યો છે. આતંકી સંગઠનો તરફથી ટ્રમ્પને આ ખતરો ભારતીય ગુપ્તચર એજન્સીઓ સાથે અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઇએ પણ જણાવ્યો છે.
READ ALSO
- Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત
- 56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો
- વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ
- ભરૂચ: AIMIM-BTP ગઠબંધનની કાર્યકરો સાથે મળી બેઠક, સ્થાનિક ચૂંટણીઓને લઈને થઇ મંત્રણા
- બાઈક ખરીદવાનો બનાવી રહ્યા છો પ્લાન! તો અહીં મળશે કોઈ ઝંઝટ વગર ફક્ત 10 મિનિટમાં લોન