અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભીડથી ખચોખચ ભરેલા અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમનું સંબોધન કર્યુ. ભારતના સૌથી મોટા સ્ટેડિયમ ખાતેથી ટ્રમ્પે પાકિસ્તાન અને સીમાપાર આતંકવાદ પર આકરા પ્રહાર કર્યા. આતંકવાદ પર ટ્રમ્પે કહ્યું કે આપણુ પ્રશાસન આતંક વિરુદ્ધ સખત પગલા લઇ રહ્યું છે. પાકિસ્તાન પર પણ અમે દબાણ બનાવ્યું છે. પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ એક્શન લેવા જ પડશે. દરેક દેશને પોતાને સુરક્ષિત કરવાનો અધિકાર છે. પાકિસ્તાનનો ઉલ્લેખ આવતાં જ સ્ટેડિયમ તાળીઓના ગડગડાટ સાથે ગૂંજી ઉઠ્યુ.
ભારત-અમેરિકા આતંકવાદ સામે લડવા કટિબદ્ધ
અમારા નાગરિકોની સુરક્ષા પર ખતરો બનનારાઓએ ભારે કિંમત ચુકવવી પડશે. તેમણે કહ્યું કે અમારો દેશ ઇસ્લામિક આતંકવાદનો શિકાર બની રહ્યો છે. તેની વિરુદ્ધ અમે લડાઇ લડી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા આતંકવાદ વિરુદ્ધ લડવા અને પોતાની સીમાઓને સુરક્ષિત રાખવા પ્રત્યે કટિબદ્ધ છે.
US President Donald Trump: Our relationship with Pakistan is a very good one. Thanks to these efforts we are beginning to see signs of big progress with Pakistan & we are hopeful for reduced tensions, greater stability & the future of harmony for all of the nations of South Asia. https://t.co/ToVlATFyzl
— ANI (@ANI) February 24, 2020
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે અમારા પાકિસ્તાન સાથે સારા સંબંધો છે. અમને લાગી રહ્યું છે કે પાકિસ્તાન પગલા લઇ રહ્યું છે. આ સમગ્ર દક્ષિણ એશિયા માટે જરૂરી છે. ભારતે તેમાં મહત્વનું યોગદાન આપવાનું છે.
બગદાદીને ઠાર કરાયો
તેમણે કહ્યું કે કટ્ટર ઇસ્લામિક આતંકવાદથી પોતાના નાગરિકોને બચાવવા માટે અમે બંને સાથે મળીને કામ કરીશું. અમે આઇએસઆઇએસના બગદાદીને ઠાર માર્યો. અમે પાકિસ્તાન સાથે મળીને સીમાપાર આતંકવાદને રોકવાનો પ્રયાસ કરીશું.
અમેરિકા સાથે સૌથી વધુ યુદ્ધ અભ્યાસ કરે છે ભારત:મોદી
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પના સંબોધન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ટ્રમ્પે ભારતનું ગૌરવ વધાર્યુ છે. ભારત સૌથી વધુ અમેરિકા સાથે યુદ્ધ અભ્યાસ કરે છે. આજે જે દેશ સાથે ભારતનો સૌથી વધુ સંશોધન અને વિકાસ પાર્ટનરશિપ છે-તે અમેરિકા છે.
PM Narendra Modi: Today India is not just creating a world record of sending the most satellites at once, but also the world record of the quickest financial inclusion pic.twitter.com/IMGulU6Hfk
— ANI (@ANI) February 24, 2020
પીએમ મોદીએ કહ્યું- ભારતે સૌથી વધુ સેટેલાઇટ મોકલવાનો રેકોર્ડ બનાવ્યો છે. દરેક ક્ષેત્રમાં અમારી મિત્રતાનો અવકાશ વધી રહ્યો છે. નવા પડકારો બદલાવનો પાયો નાંખી રહી છે. દશકની શરૂઆતમાં ટ્રમ્પનું ભારત આવવુ સન્માનની વાત છે. અમેરિકા ભારતનો સૌથી વિશ્વાસપાત્ર સાથી છે. આતંકવાદને હરાવવામાં અમે સાથી છીએ. બંને દેશોનો ડિજિટલ સહયોગ વધશે.
Read Also
- જાણવા જેવું/ શું તમને ખબર છે કે વિશ્વના કેટલાંક દેશોમાં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સથી પણ તમે કાર ચલાવી શકો છો!
- આસામ વિધાનસભા ચૂંટણી: ભાજપ અને તેના સહયોગીઓ વચ્ચે થઈ બેઠકોની વહેંચણી, ભાજપના ખાતામાં આવી આટલી સીટો
- અમદાવાદમાં હવસખોરે જાહેર રસ્તા પર જ 16 વર્ષની સગીરાને કિસ કરી લેતા ઓહાપોહ
- જો તમે પણ LICની પોલિસી ધરાવતા હોવ તો ફટાફટ આ કામ પતાવી દો, નહીં તો થશે લાખોનું નુકસાન
- બર્ડ ફ્લૂની દહેશત: અમદાવાદના મરઘા ફાર્મમાં પક્ષીનો રિપોર્ટ પોઝિટિવ, ઈંડા સહિત ખાદ્ય પદાર્થોનો નાશ કરવા આદેશ