GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

વેપાર વિવાદનો ઉકેલ નહી આવે તો ચીનમાં હોંગકોંગ કરતાં પણ ખરાબ પરિસ્થિતિ હશે: ટ્રમ્પની ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચીનથી આયાત માલસામાન પર નવા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે નવા ટેરિફ 1 સપ્ટેમ્બરથી લાગુ પડશે. અમે ચીન સાથે વેપારનો વિવાદ ઉકેલવા માટે ચર્ચા યથાવત રાખીશું.

 ટ્રમ્પે ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે જો આ વિવાદ નહિ શમે તો ત્યાં હોંગકોંગથી પણ ખરાબ પરિસ્થિતિ સર્જાશે. ટ્રમ્પે કહ્યું કે ચીનના ઉત્પાદકો પર નવી ફી નિશ્વિત સમય પર લાગૂ થઇ જશે. સાથે જ આ મુદ્દે તેઓ વાતચીત ચાલુ રાખશે. જો ચીન અમેરિકા સાથે કોઇ સમાધાન નહિ કરે તો તે ચીન માટે છેલ્લા 61 વર્ષોમાં સૌથી ખરાબ સમય હશે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે 1 ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે ચીનમાંથી 300 અબજ ડોલરની વધારાની આયાત પર 10 ટકા ફી લગાવવામાં આવશે. આ પહેલા મે મહિનામાં અમેરિકાએ ચીનથી 250 અબજ ડોલરની આયાત પરની ફી 10 ટકાથી વધારીને 25 ટકા કરી હતી.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!