GSTV
News Trending World

અમેરિકામાં હાર બાદ ટ્રમ્પે રક્ષામંત્રીને કરી દીધા રવાના, ક્રિસ્ટોફર મિલર બન્યા નવા રક્ષામંત્રી

ટ્રમ્પે

અમેરિકાની રાષ્ટ્રપતિ ચુંટણીમા ઉંધા મોઢાની ખાધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પએ તાત્કાલિક ધારણે કેટલાક ફેરફાર હાથ ધર્યા છે. તેમણે અમેરિકાના તત્કાલિન રક્ષા મંત્રી માર્ક એસ્પરને પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પએ સોમવારના રોજ ટ્વીટ કરી જણાવ્યું કે, રક્ષા મંત્રી માર્ક એસ્પરને પદ પરથી બરતરફ કરવામાં આવ્યાં છે, તેમજ તેમના સ્થાને રાષ્ટ્રીય આતંકવાદ નિરોધક કેન્દ્રના ડાયરેક્ટર ક્રિસ્ટોફર મિલરને આ જવાબદારી સોંપવામાં આવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્ક એસ્પર વચ્ચે મતભેદ

અત્રે એ નોંધનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચુંટણી હાર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્ક એસ્પર વચ્ચે મતભેદ થયા હતા. તેના પગલે ટ્રમ્પે આ નિર્ણય લીધો હોવાનું જણાય રહ્યું છે. ટ્રમ્પ અને માર્ક વચ્ચે નૌસેના અને સેનાના કર્મચારીના ઉપયોગ કરવાની બાબતને લઇને વૈચારિક મતભેદ ચાલી રહ્યા હતા.

બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પએ ક્રિસ્ટોફર મિલરની પ્રશંસા કરતા ટ્વિટ કરી હતી કે, મિલર બહું સારૂ કામ કરશે. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને એસ્પરના સંબંધો અમેરિકામાં ભડકેલી હિંસાના સમયથી ખરાબ થઇ ગયા હતા. એસ્પર અમેરિકામા ચાલી રહેલી હિંસાને શાંત કરવા સેનાનો ઉપયોગ કરવાના ટ્રમ્પના વિચાર સાથે સહમત ન હતા. તેમ છતાં ટ્રમ્પએ વોશિંગ્ટન ડીસીમા સેનાને તૈનાત કરી દીધી હતી.

રાષ્ટ્રપતિ બીજી સરકાર બને નહી ત્યાં સુધી કોઇ પણ મંત્રીને પદ પરથી હટાવી ના શકે

ટ્રમ્પે

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં સામાન્ય રીતે રાષ્ટ્રપતિ તરીકે બીજીવાર ચુંટાયા પછી તેઓ પોતાના મંત્રીઓને પદ પરથી હટાવી શકે છે. ચુંટણી હાર્યા પછી કોઇ રાષ્ટ્રપતિ બીજી સરકાર બને નહી ત્યાં સુધી કોઇ પણ મંત્રીને પદ પરથી હટાવી શકે નહીં, પરંતુ ટ્રમ્પએ ઉપ રક્ષામંત્રીને પણ પદ પરથી હટાવી દીધા છે. ટ્રમ્પ પર વધી રહેલા સત્તા હસ્તાંતરણના દબાવ વચ્ચે એવી માહિતી સામે આવી રહી છે કે, તેઓ ચુંટણીમાં થયેલી ગેરરીતિના વિરોધમા કેટલીય રેલી યોજવાનું મન બનાવી રહ્યાં છે. ટ્રમ્પ કેમ્પેઇનના એક પ્રવક્તા પણ આ વાતની ખાતરી આપી છે. જો કે તેમણે ટ્રમ્પ કયારે રેલી શરૂ કરશે તે વિશે ચોક્કસ માહિતી આપી નથી.

અમેરિકાના વિવિધ વિસ્તારોમાં બીજી વાર મત ગણતરી કરવાનું દબાણ કરવા માટે તેમણે ટીમની જાહેરાત પણ કરી દીધી છે. જો કે પ્રાંતિય ચુંટણી અધિકારીઓનું કહેવુ છે કે, ચુંટણીમા કોઇ પણ પ્રકારની ગેરરીતિ થઇ નથી. હજુ સુધી ટ્રમ્પ કેમ્પેઇનએ ગેરરીતિને લઇને કોઇ પણ પુરાવા રજુ કર્યાં નથી.

Read Also

Related posts

વિશ્વબજારમાં સોના, ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં તેજીનો પવન ફૂંકાયો

Padma Patel

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel

BIG NEWS! સિદ્ધુ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારની કેલિફોર્નિયામાંથી ધરપકડ

pratikshah
GSTV