GSTV
Home » News » ખરો રાજકારણી હો, વિરોધી બે પાર્ટીએ ભેગા કર્યા એ 3 કરોડ ડોલર આ એકલાએ ભેગા કરી લીધા!

ખરો રાજકારણી હો, વિરોધી બે પાર્ટીએ ભેગા કર્યા એ 3 કરોડ ડોલર આ એકલાએ ભેગા કરી લીધા!

વર્તમાન સમયે ભારત દેશ ચૂંટણી માહોલમાંથી પસાર થઇ રહ્યો છે. આવતા વર્ષે જગત જમાદારને ચૂંટી કાઢવા માટે સત્તા સંગ્રામ થસે. આવતા વર્ષે અમેરિકન પ્રમુખની ચૂંટણી થવાની છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષે થનારી ચૂંટણીને ધ્યાને રાખીને ચૂંટણી ફંડ ભેગુ કરવામાં વ્યસ્ત છે. વર્ષ 2020માં ચૂંટણી યોજાશે, જ્યારે 2019નાં શરૂઆતનાં ત્રણ મહિનામાં જ ટ્ર્મ્પે ત્રણ કરોડ ડોલર જેટલું ભંડોળ એકઠુ કર્યુ છે. મળતી માહિતી પ્રમાણે પ્રચાર અભિયાન માટે ટ્રમ્પે અત્યાર સુધી એકઠી કરેલી રકમ પોતાની વિરોધી ડેમોક્રેટીક પાર્ટીનાં બર્ની સેન્ડર્સ અને કમલા હૈરિસે સંયુક્ત રીતે ભેગા કરેલા ભંડોળ જેટલું છે.

ટ્રમ્પનાં પ્રચાર અભિયાન હેઠળ અંદાજીત 34 ડોલરનું ભંડોળ હતું. જ્યારે કુલ એક અરબ ડોલર જેટલી રકમ એકઠી કરવાનો લક્ષ્યાંક રખાયો છે. અમેરિકન સેનેટર બર્ની સૈન્ડર્સ, કોરી બુકર, એમી ક્લોબુચર અને એલિઝાબેથ વોરેન સહિત ડેમોક્રેટીક પાર્ટીનાં 10થી વધારે નેતાઓએ પહેલાથી જ 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જંપલાવવાનો સંકેત આપ્યો છે. અમેરિકામાં 3નવેમ્બર 2020નાં રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે.

READ ALSO 

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે મોં પર ચોપડાવ્યું: ભારત સાથે મારા સારા સંબંધો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!