GSTV

મોદી પ્રોટોકોલ તોડે કે અમદાવાદમાં 200 કરોડ ખર્ચાય, ભારતને નહીં થાય કોઈ ફાયદો : ટ્રમ્પે કર્યો આ ખુલાસો

ટ્રમ્પની મુલાકાતના સમયે હાલમાં અમદાવાદમાં જોરદાર તૈયારીઓ થઈ રહી છે. ભારતના પ્રવાસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ કે, હું ભારત જવા માટે ઉત્સુક છું. આ પ્રવાસ દરમ્યાન ભારત સાથે કોઈપણ પ્રકારના વ્યાપારિક કરાર થવાના નથી. ભારત સાથે વ્યાપારિક ડીલ કરવામાં આવશે પરંતુ આ ડીલ ચૂંટણીના કારણે ક્યારે થશે તે અંગે કહેવું મુશ્કેલ છે. ટ્રમ્પે કહ્યુ કે, તેઓ પીએમ મોદીને વધારે પસંદ કરે છે. ભારત પ્રવાસ દરમ્યાન એરપોર્ટથી અયોજન સ્થળ સુધી 70 લાખ લોકો હાજર રહેવાના છે. ભારત દ્વારા બનાવવામાં આવી રહ્યું છે જે દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. મહત્વપૂર્ણ છે કે, ટ્રમ્પ આગામી 24મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરવાના છે. જેથી અમદાવાદમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ચૂંટણી પહેલાં કોઈ સોદો નહીં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે તેમની મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની સંભાવનાને નકારી દીધી છે. તેમણે કહ્યું કે તેઓ ખરેખર પ્રધાનમંત્રી મોદીને ખૂબ જ પસંદ કરે છે, પરંતુ વર્તમાન સમયે કોઈ વેપાર સોદો કરવામાં નહીં આવે. આ માટે વધુ વિચારણાની જરૂર છે તેમ ટ્રમ્પે જણાવ્યું હતું. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત આવી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે ભારત સાથે વેપાર સોદો કરી શકીએ છીએ પરંતુ મોટો સોદો પાછળથી કરવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે તેઓએ કહ્યું હતું કે અમેરિકાની ચૂંટણી અગાઉ આ પ્રકારનો કોઈ સોદો થશે કે નહીં તે અંગે ચોક્કસ નથી પરંતુ આગળ જતાં કોઈ નાનો વેપારી સોદો થઇ શકે છે.

મોદી પ્રોટોકોલ તોડીને ટ્રમ્પને આવકારશે

કેલિફોર્નિયા રવાનાં થતા અગાઉ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે અમે આ વખતે ભારત સાથે વ્યાપારિક સોદો કરવાનાં નથી, પરંતુ પાછળથી મોટો સોદો થઇ શકે છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે ભારતે અમારી સાથે સારો વ્યવહાર કર્યો નથી પરંતુ હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખુબ જ પસંદ કરું છું. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસને લઈને ઘણાં ઉત્સુક જોવા મળી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની 24મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ પ્રોટોકોલ તોડીને ખુદ અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પને આવકારશે. ત્યારે તેઓ આગલા દિવસે એટલે કે 23મી ફેબ્રુઆરીએ મોડી સાંજે ગુજરાત આવે તેવી શક્યતા છે.

Related posts

હોટસ્પોટ છે અમદાવાદ : ચેક કરો તમારી આસપાસ તો નથી ને કોરોનાના દર્દી, 74 દર્દીઓનું નામ સરનામા સાથે આ છે લિસ્ટ

Karan

ભારતીય વિદ્યાર્થીઓએ બનાવ્યો અનોખો રોબોર્ટ, કોરોના વોર્ડને સેનિટાઈઝ કરવાની સાથે દર્દીઓને દવા પણ આપશે

Nilesh Jethva

સુરતમાં હોસ્પિટલમાં નોકરી કરતી મહિલા : સોસાયટીએ ગેટ પર માર્યો તાળાં, લખાણ આપ કે કોરોના આવશે તો જવાબદાર તું હશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!