GSTV

અમેરિકાના ઈયુ, કેનેડા, મેક્સિકોમાંથી સ્ટીલ-એલ્યુમિનિયમ પર અપાતી શુલ્ક રાહતના સમાપ્ત, દુનિયામાં ટ્રેડ વોરની આશંકા વધી

Last Updated on June 1, 2018 by

અમેરિકાએ યુરોપિયન યુનિયન, કેનેડા અને મેક્સિકોમાંથી આયાત થનારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર આપવામાં આવતી શુલ્ક રાહતના સમાપ્ત કરવાનું એલાન કર્યું છે. અમેરિકાના આ પગલાથી ખળભળી ઉઠેલા યુરોપિયન યુનિયન, કેનેડા અને મેક્સિકોએ વળતી કાર્યવાહીની ચેતવણી આપી છે.

માનવામાં આવે છે કે અમેરિકાના નવા પગલાથી દુનિયામાં ટ્રેડ વોરની આશંકા વધી રહી છે. અમેરિકાના વાણિજ્ય પ્રધાન વિલ્બર રોસે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર મળનારી છૂટને પહેલી જૂનથી સમાપ્ત કરવાનું એલાન કર્યું છે.

અમેરિકાના નિર્ણય બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એલાન કર્યું છે કે કેનેડા પણ અમેરિકાના માલસામાન પર આયાત શુલ્ક લગાવશે. આ પહેલા માર્ચમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 15 ટકા ટેરિફની ઘોષણા કરી હતી.

ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને આ પગલું ઉઠાવવાને ન્યાયોચિત ઠેરવ્યું હતું. તેમણે 30 એપ્રિલે કેનેડા, મેક્સિકો અને યુરોપિયન યુનિયનથી આયાત થનારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફની હંગામી રાહતની અવધિને ત્રીસ દિવસ માટે લંબાવી દીધી હતી.

અમેરિકાના વાણિજ્ય પ્રધાને કહ્યુ છે કે યુરોપિયન યુનિયન સાથેની વાટાઘાટોમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. તો કેનેડા અને મેક્સિકો સાથે નાફ્ટા વાટાઘાટોમાં આશા કરતા વધુ સમય લાગી રહ્યો છે. તેમણે ક્હ્યું છે કે તેઓ આગળ પણ કેનેડા અને મેક્સિકો તથા બીજી તરફ યુરોપિન કમિશન સાથે વાટાઘાટો ચાલુ રાખશે. કારણે અન્ય ઘણાં મુદ્દાઓને ઉકેલવા જરૂરી છે.

સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 15 ટકા ટેરિફ ચીનને નિશાન બનાવીને લગાવવામાં આવ્યો હતો. પરંતુ લાગે છે કે આનાથી અમેરિકાના ઘનિષ્ઠ મિત્રદેશો અને સહયોગી દેશો પણ અસરગ્રસ્ત થઈ રહ્યા છે. જો કે રોસેએ આવી બાબતને રદિયો આપતા કહ્યુ છેકે ચીનનું સ્ટીલ અને એલ્યુમિનિયમ અન્ય દેશોમાં અમેરિકા મોકલાઈ રહ્યુ છે.

હાલ ટ્રમ્પના વહીવટી તંત્રનું પગલું દુનિયાને ટ્રેડ વોરની દિશામાં ધકેલી રહ્યું છે. ટ્રમ્પ વહીવટી તંત્રે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલને ટેરિફમાં અનિશ્ચિતકાલિન છૂટછાટ આપી છે. વ્યાપારીક ભાગીદાર દેશો સાથે સૈદ્ધાંતિક સંમતિને કાણે અમેરિકાએ આવું પગલું ભર્યું છે.

દક્ષિણ કોરિયાના સ્ટીલને ટેરિફમાં સ્થાયી છૂટછાટ અપાઈ છે. આના સંદર્ભે દક્ષિણ કોરિયાની અમેરિકા સાથે વાટાઘાટો થઈ ચુકી છે. જો કે દક્ષિણ કોરિયાએ પોતાની એલ્યૂમિનિયમ નિકાસ મામલે અમેરિકા સાથે વાટાઘાટો કરી નથી.

Related posts

આરોગ્ય સંભાળ / સવારે ખાલી પેટ કાચું લસણ ખાવાથી થાય છે ઘણા ફાયદા

Vishvesh Dave

ચીનની હાલત થઈ જશે ખરાબ: ભારતે LAC પર Pinaka અને Smerch કરી તૈનાત, દુશ્મનના વિસ્તારમાં સ્ટ્રાઈક કરવાની ક્ષમતા

pratik shah

વાઇરલ વિડીયો / આ મનુષ્ય જ છે ને? બંદાની પુડલા બનાવવાની રીત જોઈ લોકો થઇ ગયા આશ્ચર્યચકિત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!