GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ

નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુસિબતો વધતી જાય છે. પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન ડાલ્ટન બાદ હવે ટ્રમ્પની ભત્રીજી એ પોતાની બુકને લઈ સનસનીખેજ ખુલાસો કર્યો છે.

દગાબાજ અને ચીટર છે કાકા

આ બુકમાં તેણે લખ્યુ છે કે, ટ્રમ્પ લોકોને પૈસાથી જોખે છે. છેતરપીંડી તેમનો જીવનનો એક ભાગ છે. ભત્રીજી મૈરી એલ ટ્રમ્પે પોતાના કાકાને દગાબાજ ચીટર કહ્યા છે. તેણે પોતાની પુસ્તકમાં લખ્યુ છે કે, કાકા લોકોને ફક્ત પૈસાથી જોખે છે. તથા છેતરપીંડી કરવી તેમના જીવનનો ભાગ બની ગયો છે. આગામી અઠવાડીયા રિલીઝ થતી તેની બુક ‘ટૂ મચ એન્ડ નેવર ઈનફ: હાઉ માય ફેમિલી ક્રિએટ એટ ધ વર્લ્ડ મોસ્ટ ડેંઝરસ મૈન’ એ અમેરિકાની રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે.

ટ્રમ્પનો કોઈ સિદ્ધાંત નથી, ખુદ બહેને જોકર કહ્યો હતો

મૈરીએ આ બુકમાં તેમની બહેન અને પોતાની ફોઈનો પણ ઉલ્લેખ કર્યો છે. મૈરીના જણાવ્યા અનુસાર 2015માં મૈરિયાને ટ્રમ્પ બૈરીએ પોતાના ભાઈ ડોનાલ્ડ ટ્ર્મ્પને રાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય હોવાને લઈ શંકા વ્યક્તિ કરી હતી. બેરીએ ટ્રમ્પને જોકર કહ્યા હતા. સાથે જ આશા જગાવી હતી કે, ટ્રમ્પ રાષ્ટ્રપતિ નહીં બને. બેરીએ કહ્યુ હતું કે, ટ્રમ્પનો જીવનમાં કોઈ સિદ્ધાંત નથી.

ડમી વિદ્યાર્થી પાસે અપાવી હતી એડમિશન માટે પરીક્ષા

મૈરીએ આગળ એથી પણ વધારે મોટો ખુલાસો કરતા જણાવ્યુ છે કે, ક્વિંસમાં હાઈસ્કૂલમાં વિદ્યાર્થી રહેતા અન્ય વિદ્યાર્થી પાસે પરીક્ષા અપાવી પોતાની જગ્યાએ બેસાડી દીધો હતો. જેના માટે તેમણે પૈસા પણ આપ્યા હતા. આ વિદ્યાર્થી દ્વારા પાસ થઈ બાદમાં તેમણે યુનિવર્સિટી ઓફ પેંસિલ્વેનિયાના પ્રતિષ્ઠિત વ્હાર્ટન બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. ટ્રમ્પ હંમેશા આ બિઝનેસ સ્કૂલને દુનિયાની સૌથી મોટી શિક્ષણ સંસ્થા હોવાના વખાણ કરતા નજરે પડે છે. જ્યાં ઘણા પ્રભાવશાળી વિદ્યાર્થીઓ ભણે છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં દીકરીની છેડતીનો વિરોધ કરનાર પિતાની કરાઈ કરપીણ હત્યા, સમગ્ર પરિવારને પણ માર્યો ઢોરમાર

pratik shah

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.85 લાખથી વધારે નવા પોઝીટીવ કેસ, 67 હજાર કેસ સાથે પ્રથમ નંબરે છે ભારત

Karan
Do NOT follow this link or you will be banned from the site!