અત્યાર સુધી આખરે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ગાંધીઆશ્રમની મુલાકાત અંગે સસ્પેન્સ રહ્યું હતું પણ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ યથાવત રખાયો છે. વ્હાઇટ હાઉસે સત્તાવાર રીતે આ કાર્યક્રમને લીલીઝંડી આપી છે પરિણામે આવતીકાલે બપોરે 12.15 મિનીટે ડોનાલ્ડ ટ્રમ્પ-મેલેનિયા ગાંધીઆશ્રમ પહોચશે. જયાં તેઓ આશ્રમની મુલાકાત લેશે સાથે સાથે રિવરફ્રન્ટનો નજારો માણશે. અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓનર અપાયા બાદ ટ્રમ્પ-મોદીનો રોડ શો શરૂ થશે. આ કાફલો ગાંધીઆશ્રમ પહોચશે. ટ્રમ્પ-મેલેનિયા ગાંધીઆશ્રમમાં 15 મિનીટ વિતાવશે. આ મહાનુભાવો ગાંધીઆશ્રમમાં હૃદયકુંજની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાઈડની ભૂમિકામાં
તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ગાઇડની ભૂમિકા અદા કરશે. ટ્રમ્પ સહિતના મહાનુભાવોને ઝિણવટભરી વિગતો આપી ગાંધીઆશ્રમ વિશે માહિતગાર કરશે.ટ્રમ્પ ચરખો પણ કાંતશે.આશ્રમ તરફથી ટ્રમ્પને ગાંધીજીનુ પુસ્તક અને ચરખો ભેટ આપવામાં આવશે. આશ્રમના પાછળના ભાગે સ્ટેજ બાંધવામાં આવ્યુ છે જેના પર સંખેડાની કલાત્મક ખુરશીઓ મૂકાઇ છે જયાં બેસીને ટ્રમ્પ અને મેેલેનિયા રિવરફ્રન્ટનો સુંદર નજારો માણશે.ઉલ્લેખનીય છેકે, ગત વખતે જયારે ચીનના રાષ્ટ્રપતિ જીનપીગ અમદાવાદની મુલાકાતે આવ્યા હતાં ત્યારે સામે છેડે રિવરફ્રન્ટ ગાર્ડનમાં ડિનર ગોઠવાયુ હતું. આશ્રમમાં જ ટ્રમ્પ સહિતના મહાનુભાવોને વિવિધ વ્યંજનો પિરસવામાં આવશે. મહાનુભાવો માટે એપલ પાઇ,ફ્રૂટ જયુસ,નાળિયેર પાણી,આઇસ ટી,ખમણ,ઢોકળાં,બ્રોકોલી સમોસા,હની કુકિઝ ,ગ્રીન ટી,સ્નેક્સ સહિતની વ્યંજનો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ બધાય વ્યંજનોને સિક્રેટ સર્વિસ એજન્ટોની ચકાસણી બાદ પિરસવામાં આવશે. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ ટ્રમ્પ-મેલેનિયા સીધા જ મોટેરા સ્ટેડિયમ પહોંચશે.
ગાંધીઆશ્રમની સામેના લોકો ફલેટની બારી ય ખોલી નહીં શકે
ટ્રમ્પની સુરક્ષા એટલી હદે ચુસ્ત બનાવાઇ છે કે, ગાંધીઆશ્રમના પાછલા ભાગે જયારે ટ્રમ્પ-મેલેનિયા રિવરફ્રન્ટનો નજારો માણશે તે વખતે બીજા છેડે આવેલાં શિલાલેખ સહિતના અન્ય ફલેટના ધાબે પણ જવા ફલેટવાસીઓને મનાઇ ફરમાવાઇ છે. ફલેટમાં અન્ય કોઇપણ વ્યક્તિના જવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. એટલું જ નહીં, ફલેટવાસીઓને બારી ય નહી ખોલવા દેવા આદેશ કરાયો છે. અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટોએ આદેશ કરતાં આશ્રમની સામેના ભાગે આવેલાં ફલેટવાસીઓએ ઘરમાં જ પુરાઇ રહેવુ પડશે…
અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ
- સવારે 11-40 વાગે : અમદાવાદ એરપોર્ટ પર આગમન
- સવારે 12.15 વાગે : ગાંધીઆશ્રમ
- બપોરે 1.05 વાગે : મોટેરા સ્ટેડિયમ
- બપોરે 3.30 વાગે : આગ્રા જવા રવાના
- સમયસર મોટેરા સ્ટેડિયમ પહોંચવા ટ્રમ્પની કારના કાફલાની ઝડપ વધારાશે
ડોનાલ્ડ ટ્રમ્પ સવારે 11.40 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે જયાં ગાર્ડ ઓફ ઓનર પછી રોડ શોનો પ્રારંભ થશે.અગાઉ ટ્રમ્પના કાર્યક્રમમાં ગાંધીઆશ્રમનો રૂટ ન હતો પણ છેલ્લી ઘડીએ ગાંધીઆશ્રમ જવાનુ ય નક્કી થયુ છે ત્યારે એક વાગે મોટેરા સ્ટેડિયમ પહોચવાનુ આયોજન કરાયુ છે ત્યારે બધોય કાર્યક્રમ સમયસર જળવાઇ રહે તે માટે ટ્રમ્પના કારના કાફલાની ઝડપ વધારાશે. રોડ શોમાં ટ્રમ્પની કારના કાફલો ધીરે ધીરે નહીં પણ થોડીક ગતિમાં હશે.
READ ALSO
- Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત
- 56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો
- વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ
- ભરૂચ: AIMIM-BTP ગઠબંધનની કાર્યકરો સાથે મળી બેઠક, સ્થાનિક ચૂંટણીઓને લઈને થઇ મંત્રણા
- બાઈક ખરીદવાનો બનાવી રહ્યા છો પ્લાન! તો અહીં મળશે કોઈ ઝંઝટ વગર ફક્ત 10 મિનિટમાં લોન