GSTV

ટ્રમ્પ-કિમની મુલાકાતનો સમય થયો નક્કી, 12 જૂન સવારે 9 વાગે બેઠક

Last Updated on June 5, 2018 by Arohi

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની મુલાકાતનું સ્થાન અને સમય નક્કી થઈ ચુક્યો છે. ટ્રમ્પ અને કિમ સિંગાપુરના સમય પ્રમાણે સવારે નવ વાગ્યે મુલાકાત કરશે. આ મુલાકાત પર આખી દુનિયાની નજર મંડાયેલી છે. વ્હાઈટ હાઉસે મુલાકાતના સમયનું એલાન કરતા કહ્યુ છે કે બારમી જૂને સ્થાનિક સમય પ્રમાણે સવારે નવ વાગ્યે બંને નેતાઓની સિંગાપુર ખાતે મુલાકાત થશે.

પ્રેસ સચિવ સારા સેન્ડર્સે બેઠકના સમયનું એલાન કરતા કહ્યુ છે કે સિંગાપુરમાં એક ટીમ તૈયારીને આખરી ઓપ આપી રહી છે. વાટાઘાટો શરૂ થવા સુધી આ ટીમ સિંગાપુરમાં જ રહેશે. તેમણે કહ્યુ છે કે ટ્રમ્પ બેઠક પહેલા ઉત્તર કોરિયા પર દરરોજ રાષ્ટ્રીય સુરક્ષા બ્રીફિંગ લઈ રહ્યા છે.

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા હીથર નોઅર્ટે કહ્યુ શનિવારે એ સંભાવનાથી ઈન્કાર કર્યો નથી કે અમેરિકા સિંગાપુરને હોટટલમાં ઉત્તર કોરિયાના પ્રતિનિધિમંડળના ખર્ચની ચુકવણી કરવા માટે સિંગાપુર સરકારને જણાવશે. આ મામલે વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ જો હેગિન અને કિમ જોંગ ઉનના ચીફ ઓફ સ્ટાફ કિમ ચાંગ સન વચ્ચેની મહત્વની મુલાકાત થવાની છે.

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!