GSTV

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ જુનિયરને કોરોના પોઝિટિવ, જાતે થયા ક્વોરંટિન

Last Updated on November 21, 2020 by Karan

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ જુનિયરને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતાં એણે પોતાને ક્વોરંટાઇન કરી લીધો હતો. ડોનાલ્ડના સેક્રેટરીએ કહ્યું કે આ અઠવાડિયાના આરંભે ડોનાલ્ડની તબિયત બગડી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા પછી કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતાં ડોનાલ્ડે જાતે ક્વોરંટાઇન અપનાવી લીધું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક સભ્ય જો બાઇડન સામે ચૂંટણીમાં હારી ગયા

તાજેતરની પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક સભ્ય જો બાઇડન સામે ચૂંટણીમાં હારી ગયા હતા. પરંતુ તેમનો મૂડ જોતાં એ વ્હાઇટ હાઉસ ખાલી કરવા માગતા નથી એવું લાગતું હતું. એમણે કેટલાંક એવાં પગલાં લીધાં હતાં જેનાથી એવી છાપ પડતી હતી કે એ વ્હાઇટ હાઉસ છોડવા માગતા નથી.

એમના બંને પુત્રોનો પૂરેપૂરો ટેકો હતો

ટ્રમ્પને એમના આ પગલામાં એમના બંને પુત્રોનો પૂરેપૂરો ટેકો હતો. જો કે ટ્રમ્પની પત્ની અને પુત્રી જમાઇ એમને કહેતા હતા કે ખેલદિલીથી પરાજય સ્વીકારી લો. ડોનાલ્ડ જુનિયરની પહેલાં એના પિતા ડોનાલ્ડ ટ્રમ્પ, એમનાં પત્ની મેલાનિયા અને ટ્રમ્પના નાના પુત્ર બેરોનને પણ કોરોના થયો હતો. ડોનાલ્ડ જુનિયરના પ્રવક્તાએ કહ્યું કે જુનિયરમાં કોરોનાનું એક પણ લક્ષણ દેખાયું નહોતું. હાલ જુનિયર ડૉક્ટરોનાં સલાહ-સૂચનનું ચુસ્ત પાલન કરી રહ્યો હતો. અમેરિકામાં કોરોનાના ફેલાવા અને અસંખ્ય મૃત્યુના પગલે ડોનાલ્ડ ટ્રમ્પની દુનિયા આખીમાં આકરી ટીકા થઇ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BIG BREAKING: કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા બસવરાજ એસ બોમ્મઈ, બીએસ યેદિયુરપ્પાના છે ખાસ નજીક

pratik shah

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave

તમે ક્યારેય કોઈ પ્રાચીન જ્વાળામુખીની ડરામણી આંખ? હિન્દ મહાસાગરમાં 10 હજાર ફુટ નીચે છે અસ્તિત્વમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!