GSTV
Home » News » ડોનાલ્ડ ટ્રંપે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગને વાતચીત માટે આપ્યુ આમંત્રણ

ડોનાલ્ડ ટ્રંપે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગને વાતચીત માટે આપ્યુ આમંત્રણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને મુલાકાત માટે આમંત્રિત કર્યા છે. ટ્રમ્પે કિમને દક્ષિણ અને ઉત્તર કોરિયાના બિનસૈન્ય વિસ્તારમાં આવવા માટે જણાવ્યું છે. જો કે કિમે હજુ સુધી આ આમંત્રણનો સ્વિકાર કર્યો નથી.

ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે બેઠક સહિત અન્ય મહત્વપૂર્ણ બેઠકો બાદ જાપાનથી દક્ષિણ કોરિયા માટે નિકળીશ. જો ઉત્તર કોરિયાના નેતા કિમ ઇચ્છશે તો તેમની સાથે સરહદે –DMZ  ખાતે મુલાકાત કરીને હાથ મિલાવીશ.

તેમજ તેમને હેલો કહેવાનું પસંદ કરીશ. ટ્રમ્પે કિમને આ નિમંત્રણ મોકલીને સૌ કોઇને ચોંકાવી દીધા. આ નિમંત્રણનો જો કિમ જોંગ ઉન સ્વિકાર કરી લેશે તો ટ્રમ્પ અને કિમ વચ્ચે આ ત્રીજી મુલાકાત હશે.

ટ્રંપ હજી પણ G-20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકામાં છે. તે શનિવારે સાંજે દક્ષિણ કોરિયા માટે રવાના થયા હતા.  સમાચાર એજન્સી KCNAએ ઉપ વિદેશ પ્રધાનના હવાલાથી જણાવ્યું કે તેમને લાગે છે કે આ સૂચન ઘણું દિલચસ્પ છે પરંતુ આ મામલે કોઇ સત્તાવાર પ્રસ્તાવ મળ્યો નથી.

READ ALSO

Related posts

6 લોકોએ અનુરાગ ઠાકુરવાળી કરી , દિલ્હીની સ્થિતિમાં બળતામાં ઘી હોમ્યુ

Pravin Makwana

અતિ મહત્વની ખબર: રોજીંદા જીવન સાથે જોડાયેલા આ નિયમ આવતીકાલથી બદલાઈ જશે

Pravin Makwana

તુ મા બનીશ તો તારી સુંદરતા ઘટી જશે, પતિએ 4 વાર કરાવી દીધો ગર્ભપાત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!