GSTV

આંતરરાષ્ટ્રીય મંચ પર પાકના ઈજ્જતના ધજાગરા, ટ્રમ્પે પાકિસ્તાનના પત્રકારોની જાહેરમાં આબરૂ કાઢી

આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી એક વખત પાકિસ્તાનની સરેઆમ બેઇજ્જતી થઇ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત દરમ્યાન ટ્રમ્પે એક પાકિસ્તાની પત્રકારનો બરાબરનો ઉધડો લઇ લીધો. કાશ્મીરમાં વિવિધ પ્રતિબંધો મુદ્દે પાકિસ્તાનના પત્રકારો ટ્રમ્પને સતત વાહિયાત અને નકામા સવાલો પૂછી રહ્યા હતા. આથી અકળાયેલા ટ્રમ્પે એકની એક પીપૂડી વગાડી રહેલા પાકિસ્તાની પત્રકારની જાહેરમાં જ આબરુ કાઢી. ટ્રમ્પે બાજુમાં બેઠેલા ઇમરાન ખાનને સંબોધીને પૂછ્યું કે તમે આવા પત્રકાર ક્યાંથી શોધી લાવો છો.

  • પાક. પત્રકાર: કાશ્મીરમાં માનવાધિકારનો ભંગ થઇ રહ્યો છે.
  • પાક. પત્રકાર : લોકો હેરાન થાય છે, ઇન્ટરનેટ બંધ છે.
  • ટ્રમ્પ: તમે ક્યાંથી શોધી લાવો છો આવા પત્રકાર ?

36 કલાકમાં ફરી વખત મુલાકાત કરશે PM મોદી અને ટ્રમ્પ

36 કલાકના સમયગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત મુલાકાત કરશે. મોદી અને ટ્રમ્પ વચ્ચેની દ્વિપક્ષીય મુલાકાત દરમ્યાન ભારત અને અમેરિકાના અનેક મહત્વના મુદ્દે ચર્ચા-વિચારણા થશે. ઇમરાન ખાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ વડાપ્રધાન મોદી ટ્રમ્પ સાથેની મુલાકાત દરમ્યાન ફરી ભારતમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો મુદ્દો ઉઠાવશે અને ભારતનું કડક વલણ સ્પષ્ટ કરશે.

મહત્વનું છે કે આ પહેલા હ્યુસ્ટનમાં આયોજીત હાઉડી મોદી કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ એક મંચ પર આવ્યા હતા અને તેમની કેમિસ્ટ્રીથી સમગ્ર વિશ્વને ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત હોવાનો સંદેશો આપ્યો હતો.

Read Also

Related posts

ઉત્તર કશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 જવાન શહીદ, 5 આતંકવાદીને પણ ઠાર કરાયા

Ankita Trada

મણિનગરમાં આવેલ જૈન ભોજનશાળાના સંચાલકને કોરોના પોઝિટીવ

pratik shah

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ નોંધાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!