GSTV

અમેરિકાથી ભારત માટે આવ્યા મોટા રાહતના સમાચાર, ટ્રમ્પ સરકારે આપ્યો 60 દિવસનો સમય

ડોનાલ્ડ ટ્રમ્પ

Last Updated on May 2, 2020 by Pravin Makwana

ભારત જેવા દેશોનાં પ્રોફેશનલો અને પ્રવાસીઓ માટે ટ્રંપ સરકારે મોટી રાહત આપી છે, જેને દસ્તાવેજો જમા કરવાનાં પગલે નોટિસ અપાઇ છે. તેવા લોકોને અમેરિકાની સરકારે H-1B વીઝાધારકો અને ગ્રીન કાર્ડ ધારકોને 60 દિવસનાં ગ્રેસ પીરિયડની ઘોષણા કરી છે. અમેરિકામાં કોરોના વાયરસથી પરિસ્થિતી ગંભીર બની છે. અમેરિકામાં કોરોના વાયરસથી 11 લાખથી વધુ લોકો સંક્રમિત છે, લગભગ 66 હજાર લોકોનું મોત થઇ ચુક્યું છે.

60 દિવસનો ગ્રેસ પિરીયડ

અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ(USCIS)એ શુક્રવારે કહ્યું કે અરજદારોને 60 દિવસનો ગ્રેસ પિરીયડ આપવામાં આવ્યો છે, જે લોકોને રાહત મળી છે,તેઓ પોતાના દસ્તાવેજ જમાં કરાવી શકશે. પોતાની અરજી પાછી ખેંચી અથવા રદ્દ કરી શકશે, અમેરિકન ઇમિગ્રેશન સર્વિસનાં નિવેદનમાં આ બાબત પણ કહેવામાં આવી છે કે તે અમેરિકાનાં નાગરિકોની નોકરીઓ બચાવવા માંગે છે.

60 દિવસમાં Form I-290B ભરવું જરૂરી

USCISનું કહેવું છે કે આ રાહત એટલા માટે આપવામાં આવી છે કે કોરોના વાયરસ સંકટ દરમિયાન લોકો પોતાને મળેલી નોટીસોમાં કરાયેલી વિનંતીનો આરામથી જવાબ આપી શકે અને ફોર્મ Form I-290B શાંતિથી ફરી શકે. H-1B વીઝા ધારકો અને ગ્રીન કાર્ડનાં અરજીધારકો પર કોઇ એક્સન લેતા પહેલા USCIS 60 દિવસમાં મળેલા Form I-290B પર વિચાર કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા અપ્રિલમાં પણ અમેરિકાની સરકારે H-1B વિઝાધારકોની વિઝા સમય મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકાની સરકારે જેની વીઝા પરમિટ પુરી થવા આવી છે અને તે લોકો કોરોના સંકટનાં કારણે દેશ છોડી શકી શક્યા નથી એવા લોકોને વધારાનો સમય આપવા માટે આ H-1B વીઝા ધારકો પાસેથી અરજીઓ મંગાવી હતી.

READ ALSO

Related posts

Agriculture : ભારતમાં શરૂ થઈ છે આ વિશેષ છોડની ખેતી, નથી પડતી ખાતરની જરૂર અને 25 દિવસમાં તૈયાર થઈ જાય છે પાક

Vishvesh Dave

તમારા કામનું / 1લી ઓગસ્ટથી લાગૂ થતા એ નિયમ વિશે જાણો, જેનાથી તમારી સેલરી, પેન્શન પર થશે સીધી અસર

Zainul Ansari

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!