GSTV

ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ચોંકાવનારો નિર્ણય જેનાથી ચોંકી ઉઠી આખી દુનિયા

Last Updated on December 27, 2018 by

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પોતાના ચોંકાવનારા નિર્ણયોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. સીરિયા અને અફઘાનિસ્તાનથી અમેરિકાના સૈનિકોને પાછા બોલાવવાનો આદેશ આપ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક એવું પગલું ભર્યું છે કે જેનાથી આખી દુનિયા ચોંકી ઉઠી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સૌને ચોંકાવતા ઈરાકનો પ્રવાસ કર્યો છે.

ઈરાકમાં આવેલા અમેરિકાની સેનાના બેસનું નિરીક્ષણ કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે અહીં પહોંચ્યા હતા. ઈરાક સીરિયાનું પાડોશી છે અને તેવામાં ટ્રમ્પની મુલાકાતે ઘણી નવી અટકળો પેદા કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ઈરાક મુલાકાતની કોઈને પણ જાણકારી ન હતી. સીરિયા અને અફઘાનિસ્તાનથી અમેરિકાના સૈનિકોની વાપસીના નિર્ણયને લઈને ટ્રમ્પની આકરી ટીકાઓ થઈ રહી હતી. તેના કારણે હવે ટ્રમ્પે ઈરાક પ્રવાસ કરીને પોતાના ટીકાકારોને જવાબ આપ્યો છે.

ઈરાક ખાતેના અમેરિકાની સેનાના બેઝ પર તેનાત સૈનિકોને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યુ છે કે તેમની નીતિ અમેરિકા ફર્સ્ટની છે. જેના કારણે તેમણે આવો નિર્ણય કર્યો છે. અમેરિકાની સેનાનો બેસ કેમ્પ ઈરાકની રાજધાની બગદાદથી માત્ર 60 કિલોમીટરના અંતરે આવેલો છે. તેમણે કહ્યુ છે કે હવે તેઓ માત્ર સહન કરનાર દેશ તરીકે રહેશે નહીં. ટ્રમ્પ દ્વારા સીરિયા અને

અફઘાનિસ્તાનમાંથી સેનાની વાપસીના આદેશ બાદથી તેમનો વિરોધ વધ્યો છે. સંરક્ષણ પ્રધાન પદેથી જેમ્સ મેટિસે પણ નિર્ણયથી ખફા થઈને રાજીનામું આપ્યું છે. અન્ય કેટલાક અધિકારીઓએ પણ ટ્રમ્પના નિર્ણય સામે નારાજગીને લઈને રાજીનામા આપી દીધા છે. મહત્વપૂર્ણ છે કે ઈરાકે 2017માં જ આઈએસઆઈએસ પર જીત મેળવ્યાનું એલાન કર્યું  હતું.

ટ્રમ્પ ઈરાક ખાતેના અમેરિકન સેનાના બેઝ કેમ્પ પર લગભગ ત્રણ કલાક સુધી રોકાયા હતા. પરંતુ તેમણે સ્થાનિક ઈરાકી અધિકારીઓની સાથે મુલાકાત કરી ન હતી. જો કે ઈરાકના વડાપ્રધાન અદેલ અબ્દુલ મેહદીની સાથે ટ્રમ્પે ટેલિફોનિક વાતચીત જરૂરથી કરી હતી. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષ સુધી ઈરાકમાં એક લાખ જેટલા અમેરિકન સૈનિકોની તેનાતી હતી. પરંતુ હવે ઈરાકમાં માત્ર પાંચ હજાર જેટલા અમેરિકન સૈનિકો જ તેનાત છે.

Related posts

વિશ્વનો સૌપ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસિત, મહિલાઓ અને પુરુષો બંને કરી શકે છે ઉપયોગ

Vishvesh Dave

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

સ્પષ્ટતા પાછળ ડ્રેગનની લુચ્ચાઈ? નવા સરહદ કાયદા પર લગાવવામાં આવતા ક્યાસ ખોટા, નહીં થાય જૂની સંધિઓ પર કોઈ અસર : ચીન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!