GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે? જાણો શું છે સમગ્ર મામલો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો થયો છે. યુએસ હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીના અધ્યક્ષે ટ્રમ્પને ચેતવણી આપતા જણાંવ્યું કે, જો તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન સામે તપાસ કરાવવાનું દબાણ કરશે તો ડોનાલ્ડ ટ્રમ્પ પર વળતી કાર્યવાહી રૂપે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે.

અમેરિકાનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન

એક વ્હિસલ બ્લોઅર દ્વારા કરવામાં આવેલ કથિત ફરિયાદને આધારે જો બિડેન સામે તપાસ કરાવવા માટે ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિને દબાણ કરી રહ્યા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર જેલેસ્કી

પ્રાપ્ત માહિતી પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે 25 જુલાઈના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર જેલેસ્કી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. જે દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જેલેસ્કીને વારંવાર કહ્યું છે કે તે જો બિડેન વિરુદ્ધ તપાસ કરે. આ ઉપરાંત એવો પણ દાવો થઇ રહ્યો છે કે યુક્રેન અમેરિકાની વાત નહીં માને તો સહાય બંધ કરી દેવામાં આવશે.

યુએસ હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીના અધ્યક્ષ શિફ

સમગ્ર ઘટના એવી છે કે, બિડેનનો પુત્ર જે કંપનીમાં હતો તેમાં અક્સ્માતે આગ લાગી હતી તેમાં બિડેનને પ્રોસિક્યુટર નીમવામાં આવ્યા હતા. આ અંગે યુએસ હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીના અધ્યક્ષ શિફે કહ્યું હતું કે ફક્ત પોતાના પ્રતિસ્પર્ધીને હેરાન કરવા માટે ટ્રમ્પ યુક્રેનને અપાતી સૈન્ય સહાય રોકી દે અને વિદેશી નેતાને ગેરકાયદે કામ કરવા માટે પ્રેરે તેવા સંજોગોમાં અમારી પાસે ફક્ત મહાભિયોગ જ વિકલ્પ બાકી રહ્યો છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનમાં આવેલી પૃથ્વીરાજ કપૂરની ઐતિહાસિક હવેલી તોડી પડાશે, પહેલા પાકિસ્તાન સરકાર બનાવવાની હતી મ્યુઝિયમ

pratik shah

અશોક ગેહલોતનું શક્તિ પ્રદર્શન, 100 થી વધુ ધારાસભ્યો ભેગા કરી બતાવી વિક્ટરી સાઈન

pratik shah

જાહેરમાં થૂંક્યાં તો મર્યા સમજો, માસ્ક વિના ફરનારા બહાદૂરોએ હવે 200 નહીં આટલા રૂપિયાનો ભરવો પડશે દંડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!