GSTV
Home » News » યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પે આ વ્યક્તિને ‘ફાધર ઓફ ઇન્ડિયા’ ગણાવ્યો, કર્યા મોં ફાટ વખાણ

યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પે આ વ્યક્તિને ‘ફાધર ઓફ ઇન્ડિયા’ ગણાવ્યો, કર્યા મોં ફાટ વખાણ

અમેરિકાના ન્યૂયોર્કમાં યૂ.એન.ની મહાસભા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વીપક્ષીય મંત્રણા યોજાઇ. બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે PM મોદીની ભારે પ્રશંસા કરી. ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન મોદી રોકસ્ટાર એલ્વિસ પ્રિસ્લી જેવા લોકપ્રિય છે. આટલેથી ન અટકતા ટ્રમ્પે PM મોદીને ફાધર ઓફ ઇન્ડિયા પણ ગણાવ્યા.

અમેરિકી રાષ્ટ્રપતિએ PM મોદીના વખાણ કરતા કહ્યું, ‘PM મોદી બહુ સજ્જન અને મહાન નેતા છે. મને યાદ છે કે પહેલા ભારત સાવ વેરવિખેર હતું. ઘણું વિભાજન હતું, લડાઇઓ હતી. પરંતુ તેઓ બધાને એક સાથે લાવ્યા. એક પિતાની જેમ તેઓ સૌને સાથે લાવશે. કદાચ તેઓ ભારતના પિતા છે, આપણે તેમને ભારતના પિતા કહીશું.’ 

આ દરમિયાન ટ્રમ્પે PM મોદીને તેમના ખૂબ સારા મિત્ર ગણાવ્યા અને કહ્યું કે તેઓ મોદીને ખૂબ પસંદ કરે છે. PM મોદીએ પણ હ્યુસ્ટન આવવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે ટ્મ્પ માત્ર મારા જ નહીં, પરંતુ ભારતના પણ સારા મિત્ર છે.

READ ALSO

Related posts

OOPS મોમેન્ટની શિકાર થઈ નેહા કક્કડ, સ્ટેજ પર કરી રહી હતી ડાંસ અને પછી…

Kaushik Bavishi

જ્યારે આ અધિકારીનું સાડા 6 કલાકમાં 6 વાર ટ્રાન્સફર થયુ હતુ ત્યારે…

Kaushik Bavishi

રાજનીતિના સવાલ પર રિતેશ દેશમુખનો જવાબ, કહ્યું- ‘આખી જીંદગી પાવર જોયો છે…’

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!