GSTV

ગુજરાતના આદર-સત્કારથી ધન્ય થયા ટ્રમ્પ, મહાસત્તાઓના મિલનનો એક અદભુત ઐતિહાસિક નજારો

Last Updated on February 25, 2020 by Bansari

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસની શરૂઆત અમદાવાદથી થઈ હતી. એરપોર્ટ પર પહોંચ્યા પછી ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમ સુધી રોડ-શો કર્યો હતો. ગાંધી આશ્રમમાં પહોંચીને પ્રમુખ ટ્રમ્પ અને મેલેનિયાએ ચરખો કાંત્યો હતો. ટ્રમ્પે મોટેરાંમાં ઉપસ્થિત અસંખ્ય લોકોને સંબોધન કર્યું હતું.અમરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતયાત્રાની શરૂઆત ગુજરાતથી કરી હતી. દુનિયાના સૌથી વિશાળ સ્ટેડિયમ મોટેરામાં તેમણે અસંખ્ય લોકોને સંબોધન કર્યું હતું.

એ દરમિયાન તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને યાદ કર્યા હતા અને તેમની ઐતિહાસિક દાંડીયાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. ભારતના એક્ય વિધાતા સરદાર પટેલનું પણ ટ્રમ્પે સ્મરણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદનો પણ ટ્રમ્પે ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.મોદીની પ્રશંસા કરતા ટ્રમ્પે તેમને સફળતાની જીવંત મૂર્તિ ગણાવ્યા હતા. મોદી ચા વેંચતા હતા એવો ઉલ્લેખ કરીને તેમણે મોદીને પણ ભાવુક બનાવ્યા હતા.

મોદી ટફ લીડર

જોકે, તેમણે હળવા અંદાજમાં મોદીને ટફ લીડર ગણાવીને કહ્યું હતું કે કોઈ પણ સોદો કરવામાં મોદી ઘણાં ટફ છે, તુરંત માને એવા નથી.નમસ્તે ટ્રમ્પની આ ઈવેન્ટની શરૂઆતમાં ટ્રમ્પે નમસ્તે કહીને જ ભાષણની શરૂઆત કરી હતી. ટ્રમ્પે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના નામો પણ ભાષણમાં લીધા હતા. બોલિવૂડની ફિલ્મો – શોલે અને ડીડીએલજેને ક્લાસિક ફિલ્મો ગણાવી હતી.ભાંગડા અને રોમેન્ટિક નૃત્ય માટે બોલિવૂડની ફિલ્મો દુનિયાભરમાં જાણીતી છે અને ભારતમાં 2000 જેટલી ફિલ્મો બનતી હોવાથી ભારત ક્રિએટિવ લોકોનું હબ હોવાનું તેમણે કહ્યું હતું.

ટ્રમ્પે પાકિસ્તાન અને ચીનને મેસેજ આપ્યો


આતંકવાદ સામે ભારત-અમેરિકા ઉગ્ર લડત ચલાવશે અને બંને દેશો સંરક્ષણ સહકાર વધારીને ઈન્ડો-પેસિફિકમાં મજબૂત થશે એવું કહીને ટ્રમ્પે પાકિસ્તાન અને ચીન બંનેને મેસેજ આપ્યો હતો.ટ્રમ્પે પાકિસ્તાનને તો નામજોગ આતંકવાદ સામે આકરી લડત આપીને સરહદે આતંકવાદ બંધ કરવાનો સ્પષ્ટ મેસેજ આપ્યો હતો. પાકિસ્તાનની સરહદમાંથી આતંકવાદી સંગઠનો આતંકવાદ ફેલાવે છે તે બંધ થાય એ ખૂબ જરૂરી છે અને એ માટે ટ્રમ્પની સરકાર ઈમરાન ખાનની સરકાર સાથે વાતચીત કરી રહી છે એવું સાંભળ્યા પછી મોટેરામાં ઉપસિૃથત જનમેદનીએ ચિચિયારીઓ પાડી હતી. એ વખતે આખું સ્ટેડિયમ ગનનભેદી અવાજોથી ગૂંજી ઉઠયું હતું. એ વાક્યને સૌથી વધુ આવકાર મળ્યો હતો.

ત્રણ અબજ ડોલરનો સંરક્ષણ સોદો થશે


ભારત સાથે ત્રણ અબજ ડોલરનો સંરક્ષણ સોદો થશે એવી જાહેરાત પણ ટ્રમ્પે કરી હતી. અમેરિકાના પ્રમુખે ભારતને વિશ્વાસપાત્ર અને કરીબી સાથી ગણાવ્યું હતું. ભારતથી વિશ્વને ઘણી આશાઓ છે એવું કહીને ટ્રમ્પે છેલ્લાં 70 વર્ષમાં ભારતે જે પ્રગતિ કરી છે તેને નોંધપાત્ર અને ઐતિહાસિક સફળતા ગણાવી હતી.

26 મિનિટનાં ભાષણમાં ટ્રમ્પ 50 વખત ‘ઈન્ડિયા’ શબ્દ બોલ્યા

ટ્રમ્પ સળંગ 26 મિનિટ સુધી બોલ્યા હતા. એ વખતે તેમણે ‘ઈન્ડિયા’નું નામ 50 વખત ઉચ્ચાર્યું હતું. સરેરાશ એક મિનિટમાં બે વખત તેમણે ભારતનું નામ લીધું હતું. 23 વખત અમેરિકાનું નામ બોલ્યા હતા. રાષ્ટ્રપિતા ગાંધીજીનું નામ બે વખત, સરકાર પટેલનું નામ એક વખત લીધું હતું. ‘ગુજરાત’ અને ‘મોટેરા’ શબ્દો બે વખત ઉચ્ચાર્યા હતા. 12 વખત પ્રાઈમ મિનિસ્ટર મોદીનું નામ લીધું હતું. પાકિસ્તાને આતંકવાદનો ખાતમો બોલાવવો જોઈએ એવો મેસેજ આપ્યો ત્યારે ચાર વખત પાકિસ્તાનનું નામ લીધું હતું. વર્લ્ડ શબ્દનું ઉચ્ચારણ 11 વખત કર્યું હતું. મિલિટરી શબ્દ સાત વખત, ટેરેરિઝમ શબ્દ સાત વખત, ‘ટ્રેડ’ ચાર વખત અને ‘ઈકોનોમી’ શબ્દ પાંચ વખત બોલ્યા હતા.

‘મોદીએ આ રાજ્યમાં જ ચા વેચી હતી’ એ સાંભળી મોદી પણ ભાવુક બન્યા

‘ભારતને નેતૃત્વ પૂરૂં પાડી રહેલા મોદીનું જીવન ખરા અર્થમાં સક્સેસ સ્ટોરી છે. આ મહાન દેશને ઘણી યોજનાથી આગળ વધારી રહેલા નરેન્દ્ર મોદીનું જીવન ઉદાહરણરૂપ છે. જ્યારે તેઓ યુવાન હતા ત્યારે તેમણે આ જ રાજ્યમાં કેફેટેરિયામાં ચા વેંચી હતી.’ ટ્રમ્પની આ વાતથી સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠયું હતું. ટ્રમ્પે બંને હાથ ઉપર કરીને મોદી માટે તાળીઓ પાડી હતી. એ પછી ખુદ મોદીએ ઊભા થઈને ટ્રમ્પ સાથે હાથ મિલાવ્યા હતા.

બધા મોદીને પ્રેમ કરે છે, પરંતુ એ ટફ લીડર છે! : ટ્રમ્પની હળવી રમૂજ

ટ્રમ્પે હળવા અંદાજમાં મોદીની પ્રશંસા આગળ વધારીને હસતા હસતા કહ્યું હતું : ‘બધા જ તેમને ખૂબ ચાહે છે, પરંતુ હું તમને કહી દઉં છું મોદી ટફ માણસ છે.’ ટ્રમ્પની આ વાત સાંભળીને ફર્સ્ટ લેડી મેલેનિયા. તેમની દીકરી ઈવાન્કા અને જમાઈ પણ ખડખડાટ હસી પડે છે. મોદી પણ હસીને એ રમૂજનો જવાબ આપે છે.

ટ્રમ્પ મોદીના વખાણ કરતા કહે છે : ‘આજે મોદી આ દેશના સક્સેસફૂલ લીડર છે. વિશ્વમાં બીજા કોઈને નથી મળ્યો એવો અભૂતપૂર્વ વિજય તેમણે ચૂંટણીમાં મેળવ્યો હતો. વિશ્વના સૌથી મોટા લોકતંત્રના તેઓ સૌથી લોકપ્રિય નેતા છે. વિશ્વના સૌથી વધુ મતો મોદીએ મેળવ્યા છે’

ટ્રમ્પની આ વાત સાંભળીને ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓએ હાથ ઉપર કરીને તાલીઓથી સમર્થન કર્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું : ‘વડાપ્રધાન જીવતી જાગતી સ્ટોરી છે અને આખા દેશને પ્રેરણા આપી રહ્યા છે. વડાપ્રધાન મોદી, તમે માત્ર ગુજરાતનું ગૌરવ જ નથી, પરંતુ હાડવર્કનો પર્યાય છો’

અમેરિકા-ભારત વચ્ચે લશ્કરી સહકાર વધ્યો છે

ટ્રમ્પે કહ્યું હતું : ‘અમેરિકન લશ્કરનું પુન:ગઠન થયું છે. અમેરિકન આર્મી અગાઉ કરતા વધારે શક્તિશાળી થઈ છે અને અમે અમારા સાથી દેશો સાથે લશ્કરી સહકાર વધારવા કટિબદ્ધ છે. ભારત સાથે થોડાંક વર્ષોથી લશ્કરી સહકાર વધ્યો છે અને આગળ પણ વધશે.અમેરિકાએ અઢી ત્રિલિયન ડોલરની ફાળવણી કરીને લશ્કરને મજબૂત કર્યું છે અને મિત્ર રાષ્ટ્રો સાથે સહકાર વધે તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે’

અમેરિકામાં રહેતા ભારતીયોમાંથી ચારમાંથી એક ગુજરાતી : ટ્રમ્પ

અમેરિકામાં ચાર મિલિયન (ચાલીસ લાખ) ભારતીય મૂળના નાગરિકો રહે છે અને એ લોકો પાડોશી તરીકે, સહકર્મચારી તરીકે અને નાગરિક તરીકે ખૂબ જ ખંત-ઉત્સાહ અને જવાબદારીથી વર્તન કરે છે. એમનું અમેરિકાના પ્રદાનમાં બહુમૂલ્ય યોગદાન છે. સાયન્સથી ટેકનોલોજીના સંશોધન સુધી ભારતીય મૂળના અમેરિકનોનું યોગદાન ભૂલી શકાય તેમ નથી. ભારતીય મૂળના અમેરિકનોમાં ચારમાંથી એક તો ગુજરાતી છે. ગુજરાત ખરેખર વિશેષ જગ્યા છે. અમેરિકન લોકો વતી હું આપ સૌને થેન્ક્યુ કહું છું.

ટ્રમ્પે વિવેકાનંદને યાદ કર્યા, પણ ઉચ્ચારણમાં તકલીફ થઈ

‘ભારતનું આધ્યાત્મિક પ્રદાન પણ અભૂતપૂર્વ છે. એવા જ એક આધાત્મિક ગુરૂ હતા – સ્વામી વિવેકાનંદ.’ જોકે, ટ્રમ્પને વિવેકાનંદ નામના ઉચ્ચારણમાં તકલીફ થઈ હતી.

Read Also

Related posts

વિધાનસભા ચૂંટણી 2022 / પાટીદાર-OBC મતદારોને રીઝવવાના ભાજપના પ્રયાસો શરૂ, પાંચ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં તાણશે ડેરાતંબુ

Dhruv Brahmbhatt

વધુ એક ફિટકાર / રાજકીય નેતાઓને પણ માસ્ક ન પહેરવા બદલ પાસા કરો, હાઈકોર્ટે સરકારની ફરી ઝાટકણી કાઢી

Dhruv Brahmbhatt

રૂપાણી સરકારને 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી ટાણે જ શિક્ષકો આંદોલનના માર્ગે, પડતર પ્રશ્નો મુદ્દે કરશે ઉગ્ર વિરોધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!