GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ટ્રમ્પની સલામતીના કારણે સ્ટેડિયમમાં પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ

ટ્રમ્પની સલામતીના કારણે સ્ટેડિયમમાં કડક સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ થઇ રહી છે. મોટેરા સ્ટેડિયમમાં એક પણ પાણીની બોટલ પણ સાથે લઈ જવા નહીં દેવાય. જે માટે સ્ટેડિયમમાં જ એક હજાર MLD ક્ષમતા ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાયો છે.

  • મોટેરા સ્ટેડિયમમાં પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ
  • પીવાના પાણી માટે પેપર કપ મુકાશે
  • વીસ-વીસ લીટરની ક્ષમતા વાળા જાર બહારના ભાગે મુકાશે
  • સ્ટેડિયમમાં એક હજાર એમએલડી ક્ષમતા વાળો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાયો

24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડીયમ ખાતે આવનારા મુલાકાતીઓ પાણીનું પાઉચ અથવા બોટલ ફેંકે નહીં એની તકેદારી રાખવામાં આવી છે. આ કારણોથી પાણીના પાઉચ, બોટલ કે ફેંકી શકાય એવી કોઈપણ ચીજ સ્ટેડીયમની અંદર લઈ જવા દેવામાં આવશે નહીં. કડક અને સઘન તપાસ બાદ જ લોકોને સ્ટેડીયમમાં પ્રવેશ મળશે. સ્ટેડીયમની અંદર બેઠેલા તમામને પીવાનું પાણી સરળતાથી મળી રહે એ માટે તાબડતોબ એક હજાર MLD ક્ષમતા ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાયો છે.
જો કે આ પ્લાન્ટ નવનિર્મિત મોટેરા સ્ટેડીયમનો જ ભાગ છે કે પછી મ્યુનિ.દ્વારા બનાવાયો છે? એ અંગે ખુલીને કોઈ કહેવા તૈયાર નથી.

પરંતુ કાર્યક્રમમાં બેઠેલા તમામને આ પ્લાન્ટમાંથી પીવાનુ પાણી મળી રહે એ પ્રમાણેનું આયોજન કરાશે. માત્ર પાણીની બોટલ જ નહીં પરંતુ સ્ટેડિયમમાં જનારાને કોઇપણ વસ્તુ સાથે લઇ જવા દેવામાં નહીં આવે. જેથી સ્ટેડિયમમાં પીવાના પાણી માટે પેપર કપ મુકાશે.જેને ફેંકવા માટે નજીકમાં જ ડસ્ટબીન પણ મુકાશે.

READ ALSO

Related posts

અયોધ્યામાં શરૂ થયું રામમંદિરનું બાંધકામ, ટ્રસ્ટ દ્વારા એકાઉન્ટ જાહેર કરી ભક્તોને યથાશક્તિ દાનની કરાઈ અપીલ

Karan

પ્રિયંકા ચોપરાએ પૂર્ણ કરી આત્મકથા ‘અનફિનિશ્ડ’, પુસ્તક વિશે કહી આ વાત

Arohi

બેંકમાંથી ધિરાણ લેનારાઓ માટે આવી છે ખુશખબર, આ બધી બેંકોએ લોન પર વ્યાજદર ઘટાડ્યું

Karan
Do NOT follow this link or you will be banned from the site!