GSTV

પત્ની મેલેનિયા સાથે ટ્રમ્પ કરશે તાજમહેલના દિદાર, આવી છે તૈયારીઓ

ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલેનિયાની સાથે આગ્રામાં તાજમહેલનો દીદાર કરશે. યુપી સરકાર ટ્રમ્પના પ્રવાસની તૈયારીમાં લાગી ગઇ છે. ટ્રમ્પ મેલેનિયા સાથે 24 ફેબ્રુઆરીએ એટલે કે આજે સાંજે 5 વાગ્યે તાજમહેલની મુલાકાત લઇ શકે છે. જો કે તે માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે શું ટ્રમ્પની બીસ્ટ કારને તાજમહેલના પરિસરમાં જવાની મંજૂરી હશે.

આ કારણે ઓબામા ન લઇ શક્યા તાજમહેલની મુલાકાત

જો બીસ્ટ કારને અંદર જવાની મંજૂરી નહીં મળે તો પછી બેટરી સંચાલિત નાના વાહનમાં ટ્રમ્પ અને મેલેનિયાને તાજમહેલને પૂર્વ ગેટથી અંદર લઇ જવાશે. તાજમહેલના 500 મીટરના દાયરામાં પારંપરિક ઇંધણથી ચાલતા વાહનો પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ લાગુ છે. મનાઇ રહ્યું છે કે આજ કારણોસર 2015માં ઓબામાની તાજમહેલની યાત્રા અટકી ગઇ હતી. જે બાદ ઓબામાએ પોતાના ભારત પ્રવાસનો સમય ઘટાડી દીધો હતો.

ટ્રમ્પની આગ્રા યાત્રા

યુપી અધિકારીના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પની આગ્રા યાત્રા 24 ફેબ્રુઆરીએ થવાની સંભાવના છે. 24 ફેબ્રુઆરીએ તેઓ અમદાવાદમાં હશે. અમને 24 ફેબ્રુઆરીની સાંજથી તૈયાર રહેવા માટે જણાવાયું છે. તાજમહેલનો પ્રવાસ કરનારા અંતિમ અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન હતા. સંભાવના છે કે ટ્રમ્પની પુત્રી ઇવાન્કા પણ આ પ્રવાસમાં સામેલ થઇ શકે છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ આગામી સપ્તાહે આગ્રા જઇને ટ્રમ્પના પ્રવાસને લઇને સુરક્ષા વ્યવસ્થાની સમિક્ષા કરવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજી શકે છે.

READ ALSO

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

BIG NEWS/ અમેરિકા માટે ઐતિહાસિક દિવસ, આજથી ટ્રમ્પ યુગનો અસ્ત, બાઈડન બન્યા અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ

Pravin Makwana

પ્રજાસત્તાક દિન પહેલાં જ વધુ એક ઘૂસણખોરી નિષ્ફળ, અખનૂર સેક્ટરમાં 3 આતંકીઓ ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!