GSTV
Home » News » Photos: નીતા આ રીતે બની ભરતનાટ્યમ ડાન્સરમાંથી અંબાણી પરિવારની પુત્રવધુ, ફિલ્મી અંદાજમાં મુકેશે કર્યુ હતું પ્રપોઝ

Photos: નીતા આ રીતે બની ભરતનાટ્યમ ડાન્સરમાંથી અંબાણી પરિવારની પુત્રવધુ, ફિલ્મી અંદાજમાં મુકેશે કર્યુ હતું પ્રપોઝ

Nita Mukesh Ambani


મુકેશ અંબાણી અને નીતા અંબાણીના જીવન વિશે જાણવા માટે લોકો આજે પણ ઉત્સાહિત છે. આજે મુકેશ અંબાણીના જન્મ દિવસે અમે તેમના વિશે એવી કેટલીક વાતો જણાવીશું જે કદાચ જ કોઇ જાણતું હશે. મુકેશ અને નીતાના લગ્ન 1985માં થયા હતા. તેની પહેલાં એક વર્ષ સુધી તેમણે એકબીજાને ડેટ કર્યા હતાં.

મુકેશ પહેલા તેમના પિતા ધીરૂ ભાઇ અંબાણીએ નીતાને પસંદ કર્યા હતાં. નીતા એક ભરતનાટ્યમ ડાન્સર હતાં. ધીરૂભાઇ અંબાણીએ એક ફંક્શનમામ નીતાને ડાન્સ કરતાં જોયા અને તેમને પોતાની પુત્રવધુ તરીકે પસંદ કરી લીધાં.

નીતાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ગુજરાતી કમ્યુનીટી તરફથી નવરાત્રી પર એક એન્યુલ ફંક્શન આયોજિત કરવામાં આવ્યું હતું. મે તેમાં પર્ફોર્મ કર્યુ હતું. મને બિલકુલ અંદાજ ન હતો કે કોઇ મને નોટિસ કરી રહ્યું છે. ફંક્શનના થોડા દિવસો બાદ મને એક કૉલ આવ્યો. તેમણે કહ્યું કે હું ધીરુભાઇ અંબાણી બોલી રહ્યો છું. મને લાગ્યું કે કોઇ મજાક કરી રહ્યુ છે તેથી મે ફોન કટ કરી નાંખ્યો.

તે બાદ ફરી એક કૉલ આવ્યો. તેમણે કહ્યું કે હું ધીરુભાઇ અંબાણી બોલી રહ્યો છું તો મે કહ્યું હા તો હું એલિઝાબેથ ટાયલર બોલી રહી છું અને ફરીથી મે ફોન કટ કરી નાંખ્યો. તેમણે ત્રીજીવાર કૉલ કર્યો. તે વખતે મારા પિતાએ ફોન રિસિવ કર્યો. અચાનક તેમના હાવભાવ બદલાઇ ગયાં અને તેમણે મને કહ્યું કે તે ખરેખર ધીરુભાઇ અંબાણી છે શું તુ તેમની સાથે યોગ્ય રીતે વાત કરીશ.

તેમણે મને મળવા માટે ઑફિસ બોલાવી. હું તેમને મળતા પહેલાં ઘણી નર્વસ હતી. હું તેમને મળી અને ઘણી પ્રભાવિત થઇ. મને તે ઘણાં સરળ સ્વભાવના લાગ્યાં. તેમણે મને તેમના ઘરે ડિનર પર બોલાવ્યાં. નીતા અને તેમનો પરિવાર ધીરુભાઇ અંબાણીના ઘરે ડિનર પર બોલાવ્યાં.

ત્યારે ધીરૂભાઇ અંબાણીએ પોતાના દિકરા મુકેશને કહ્યું કે તારા માટે છોકરી પસંદ કરી છે. તારે આજે તેને મળવાનું છે તેથી તુ જઇને દરવાજો ખોલ. ત્યારે મુકેશે દરવાજો ખોલ્યો અને નીતાને જોતા જ દિલ દઇ બેઠા. તે બાદ તેમણે એકબીજાને જાણવાનું શરૂ કર્યુ. નીતા અને મુકેશ મર્સીડીઝ છોડીને ડબલ ડેકર બસમાં સફર કરતાં.

નીતા પહેલી યુવતી હતી જે મુકેશને ડેટ કરી રહી હતી. નીતાએ જણાવ્યું કે મુકેશ તેને દરરોજ એક ગુલાબનું ફૂલ આપતા હતાં. બંને મુંબઇની ગલીઓનું સ્ટ્રીટ ફૂડ ખાતા હતાં. તે પછી મુકેશે એક દિવસ નીતાને પોતાની કારમાં પ્રપોઝ કર્યુ. મુંબઇના બિઝી રૂટ પર મુકેશે કાર રોકી દીધી.

તે જ સમયે મુકેશે નીતાને પૂછ્યું કે, શું તુ મારી સાથે લગ્ન કરીશ. તે પછી મુકેશે કહ્યું કે હું આ કાર ત્યાં સુધી આગળ નહી વધારુ જ્યાં સુધી તુ જવાબ નહી આપે. પાછળની તમામ ગાડીઓ હોર્ન પર હોર્ન વગાડતી રહી પરંતુ મુકેશ અંબાણી નીતા અંબાણીના જવાબની રાહ જોઇ રહ્યાં હતાં. નીતાએ થોડીવાર પછી મુકેશના પ્રપોઝલને સ્વીકારી લીધું અને તેઓ જન્મોજન્મના સાથી બની ગયાં.

Read Also

Related posts

પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહાર,‘દેશમાં મંદિની સ્થિતિ માટે જવાબદાર કોણ ?’

Mayur

મીરા અને મીશાની જોડી લાગી ક્યૂટ, પણ તેના મિની સ્કર્ટ પર લોકોએ કરી ટ્રોલ…

Dharika Jansari

બિહારના પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રાનું નિધન, લાંબા સમયથી હતાં બિમાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!