GSTV

જો તમે Truecallerનો ઉપયોગ કરતો હોય તો થઈ જાવ સાવધાન, એપમાં આવેલું બગ કરી શકે આ નુકસાન

Last Updated on July 31, 2019 by Mansi Patel

જો તમે Truecallerનો ઉપયોગ કરતાં હોય, તો સાવધાન થઈ જાવ. મોબાઈલ કોલર્સની ઓળખ આપતી આ એપ Truecallerમાં એક ખતરનાક બગ આવી ગયુ છે. આ બગના કારણે UPI પેમેન્ટ માટે જાતે જ રજીસ્ટ્રેશન થઈ રહ્યુ છે. ઘણા યુઝર્સે તેની ફરિયાદ કરી છે.

યુઝર્સનું કહેવું છેકે, Truecaller તરફથી યુઝર્સને ICICI બેંકનો એક મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. જે UPI રજીસ્ટ્રેશન માટે છે. જ્યારે ચોંકાવનારી વાત એ છેકે, આ મેસેજ એવાં લોકોને Truecaller તરફથી મોકલવામાં આવી રહ્યો છે, જેમનું ખાતુ પણ ICICI બેંકમાં નથી. તેમનું રજીસ્ટ્રેશન હોલ્ડ પર છે. યુઝર્સે આ વાતની ફરિયાદ કરી છેકે, તેમના ખાતામાંથી પૈસા ગાયબ ન થઈ જાય.

જ્યારે Truecallerએ પણ પોતાના નિવેદનમાં માન્યુ છેકે, આ બધુ એક બગના કારણે થઈ રહ્યુ છે. અને બગવાળા આ એપનાં વર્ઝનને પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી હટાવી દેવામાં આવ્યુ છે. કંપની બગની તપાસ કરી રહી છે. કંપનીએ એવું પણ કહ્યુ છેકે,યુઝર્સ એપનાં મેનુબારમાં જઈને રજીસ્ટ્રેશન કેન્સલ કરાવી શકે છે. જણાવી દઈએકે, Truecallerએ વર્ષ 2017માં UPI પેમેન્ટ માટે ICICI બેંકની સાથે ભાગીદારી કરી હતી.

READ ALSO

Related posts

દુનિયાનો મોંઘો આઈસ્ક્રીમ/ આ બ્લેક ડાઈમન્ડ આઈસ્ક્રીમની એક સ્કૂપની કિંમતમાં ખરીદી શકો છો આઈફોન, કેવો છે તેનો ટેસ્ટ

Harshad Patel

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

7 દિવસમાં તૈયાર થઇ જશે ફસલ! બાલકનીથી લઇ બેડરૂમ સુધી ઉગાડી શકો છો, લાખોની થશે કમાણી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!