GSTV
Home » News » શું તમે Truecaller વાપરો છો? તો આ વાંચીને થઈ જજો એલર્ટ…

શું તમે Truecaller વાપરો છો? તો આ વાંચીને થઈ જજો એલર્ટ…

truecaller data

Truecaller એક પોપ્યુલર એપ્લિકેશન છે. કદાચ તમે પણ તેને યુઝ કરતા હશો. એક રિપોર્ટ મુજબ Truecaller ના યુઝર્સનો ડેટા ડાર્ક વેબમાં વેચાઈ રહ્યો છે. આ ડેટામાં યુઝર્સના નામ, ઈમેઈલ એડ્રેસ અને ફોન નંબર્સનો સમાવેશ થાય છે.  રિપોર્ટ મુજબ દુનિયાભરમાં Truecaller નો ડેટા લીક કરવામાં આવ્યો છે.  આ રિપોર્ટ એક સાયબર સિક્યોરિટી એક્સપર્ટ પાસેથી મળ્યો છે. આ સાયબર એક્સપર્ટ ડાર્ક વેબમાં ચાલી રહેલાં આવા ટ્રાન્ઝેક્શન્સ ઉપર નજર રાખી રહ્યા છે.

આ રિપોર્ટમાં તેમણે કહ્યુ છેકે, Truecaller નાં યુઝર્સમાંથી લગભગ 60-70 ટકા ડેટા વેચાઈ રહ્યો છે. Truecaller ના યુઝર્સની સંખ્યા 140 મિલિયન જેટલી છે. આ સિક્યોરિટી રિસર્ચરે કહ્યુ છેકે, યુઝર્સના ડેટા ડાર્ક વેબ પર લગભગ 2000 યૂરો (1,55,000 રૂપિયા)માં વેચાઈ રહ્યા છે. ગ્લોબલ યૂઝર્સનો ડેટા 25000 ડોલર (લગભગ 20 લાખ રૂપિયા)માં વેચાઈ રહ્યા છે. Truecaller ના એક પ્રવક્તાએ કહ્યુ હતુકે, તેમને હાલમાં જ જાણ થઈ છેકે, અમુક યુઝર્સ તેમના ડેટા સાથે છેડછાડ કરી રહ્યા છે.

જેને લઈને કંપનીએ કન્ફર્મ કરી શકે છેકે, કોઈ સંવેદનશીલ ઈન્ફોર્મેશન જેવીકે યુઝર્સની પેમેન્ટ અને આર્થિક જાણકારી કાઢવામાં આવી નથી. જોકે, કંપનીનાં આ દાવા બાદ પણ સાયબર એક્સપર્ટનું માનવું છેકે, આટલા મોટા પ્રમાણમાં ડેટા ટ્રુ કોલરનો ડેટાબેસ બ્રીચ કરીને એકત્ર કરી શકાય છે.કારણકે આની પહેલાં પણ Truecaller માંથી ડેટા ચોરી થયો છે. ઉલ્લેખનીય છેકે, Truecaller એ પેમેન્ટને લગતી સર્વિસ પણ શરૂ કરી છે. સમસ્યાએ છેકે,  જો તમે Truecaller યુઝ કરતા હોય તો તમારા બધાજ કોન્ટેક્ટ્સ Truecaller પાસે જતા રહે છે. એટલે જો તમારું એકાઉન્ટ બ્રીચ થાય તો તમારી ફોનબુકમાંથી બધા જ કોન્ટેક્ટ્સ પણ ચોરી થઈ જશે.

READ ALSO

Related posts

રાજકોટ: આવાસ યોજનામાં હેરાફેરીની ઉઠતી ફરિયાદ, મનપા દ્વારા સઘન ચેકિંગ કરાતા ફફડાટ

Riyaz Parmar

ટીએમસીને વધુ એક ઝટકો, એક ધારાસભ્ય સહિત દિનાજપુર જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હાઈકોર્ટમાં આર.ટી.ઇ હેઠળ પ્રીસ્કૂલથી જ બાળકોને પ્રવેશ મળે, રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!