GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

ટ્રક હડતાળ ઈફેક્ટ : જાણો શાકભાજીના ભાવમાં કેટલા ટકાનો વધારો થયો

વડોદરામાં મોટી માત્રામાં શાકભાજી અને ફ્રૂટ્સ મહારાષ્ટ્ર, યુપી, એમપી, કાશ્મીર અને હિમાચલ સહીતના રાજ્યોમાંથી આવે છે. આમ જોવા જઇયે અડધા ભારતમાં મહારાષ્ટ્રના નાસિકમાંથી મુખ્ય શાકભાજી સપ્લાય થાય છે. પરંતુ ટ્રક હડતાળના કારણે શાકભાજીની આવક પર અસર પડી છે.

મહારાષ્ટ્ર નાસિકથી રોજ વડોદરા આવતા શાકભાજી પર અસરો પડી છે. નાસિકથી આવતા બટાકા, ફ્લાવર, કોબીજ, વટાણા, ધાણા અને ટામેટા મુખ્ય છે. વડોદરાના શાકભાજી બજારના અગ્રણીઓના મતે, એક અઠવાડિયા પહેલા બટાકા 12 થી 15 રૂપિયામાં કિલો મળતા હતા. તે બટાકાનો ભાવ હવે 20 રૂપિયા કિલો થઇ ગયો છે. તેવી જ રીતે ડુંગળીના ભાવોમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે. હડતાળના પગલે વિવિધ રાજ્યો અને નાસિક વેપારીઓ હાલ શાકભાજી અને ફ્રૂટ્સ મોકલી રહ્યા નથી. તેની અસર વડોદરા શાકભાજીના બજાર પર પડી રહી છે.

હાલ ગૌરીવ્રત અને જયા પાર્વતીના વ્રત ચાલી રહ્યા છે, તે સમયે ફ્રૂટની વધારે માંગ રહેતી હોય છે ત્યારે આ વ્રતો પર પણ વિકટ સ્થિતી સર્જાઇ છે. હાલમાં વડોદરાના રાજમહેલ રોડના બજાર પર શાકભાજીની આવક પર સ્પષ્ટ રીતે અસર દેખાઇ રહી છે ત્યારે શાકભાજીના ભાવમાં 20થી 30 ટકાનો ભાવધારો થયો છે. જેની સીધી અસર લોકોના બજેટ પર પડી રહી છે.

Related posts

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva

સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોને રાજકોટના આ રિસોર્ટમાં રાખવામાં આવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!