GSTV
Home » News » રૂપિયા 30 હજાર કરોડનો ફટકો પડ્યો બાદ ગુજરાતીઅો માટે અાવી મોટી ખુશખબર

રૂપિયા 30 હજાર કરોડનો ફટકો પડ્યો બાદ ગુજરાતીઅો માટે અાવી મોટી ખુશખબર

દેશભરમાં આઠ દિવસ સુધી ચાલેલી ટ્રાન્સપોર્ટ્સની હડતાલ સમેટાઈ ગઈ છે. જેથી આજે ફરી દેશના હાઈવે પર ટ્રક દોડતા થઈ ગયા છે.શુક્રવારે દિલ્હીમાં કેન્દ્રિય પ્રધાન સાથે ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટસ એસોસિએશનનના પ્રમુખ સહિત સભ્યોએ બેઠક કરી હતી. જે બાદ તેએની માંગ પર સહમતી દર્શાવતા હડતાલ સમેટાઈ ગઈ છે. દેશભરમાં ચાલતી ટ્રાન્સોપોર્ટર્સની હડતાલ તો સમેટાઈ ગઈ છે પરંતુ આ હડતાલના કારણે ગુજરાતને 30 હજાર કરોડનો ફટકો પડ્યો છે. એક સપ્તાહ ચાલેલી હડતાલથી ઉદ્યોગ જગતને સૌથી વ્યાપક નુકશાન થયું છે અને ઉદ્યોગો માટે સ્થિતિ પૂર્વવત થતા હજુ એક સપ્તાહનો સમય લાગશે.વડોદરા અને આસપાસની ઈન્ડસ્ટ્રીઝના 14 સંગઠનોએ હડતાલ પૂર્ણ કરવા કેન્દ્ર સરકારને દરમિયાન ગીરી કરવા અપીલ કરી હતી. આ સંગઠનના મતે હડતાલના કારણે ગુજરાતાન અર્થતંત્રને 30 હજાર કરોડનો ફટકો પડ્યો છે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની  હાલત હડતાલના કારણે કફોડી બની ગઈ છે. હવે સામાન્ય પ્રજાને પણ રાહત મળશે. સ્થાનિકમાં શાકભાજીના ભાવમાં 25થી 30 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ફળના ભાવમાં પણ વધારો થયો હતો. ટ્રક હડતાળને પગલે માર્કેટયાર્ડો પણ ઠપ થઈ જતાં ખેડૂતો પણ કંટાળ્યા હતા. હવે ટ્રક હડતાળ પૂર્ણ થતાં અૌધોગિકક્ષેત્રે અગ્રેસર ગુજરાતની ગા઼ડી ફરી પાટા પર ચડલા લાગશે.

ટ્રક ટ્રાન્સપોર્ટર્સે ટોલ ફ્રી રોડ આપવાની માગણી કરી છે. ટોલ ચૂકવવા માટે વાહનોને રસ્તા પર રોકવાથી વરસે રૃા.૧.૪૭ લાખ કરોડના ઇંધણનો થતો બગાડ થઈ રહ્યો છે. ટ્રાન્સપોર્ટના ભાડા પર કરવામાં આવતા ટીડીએસની વ્યવસ્થા નાબૂદ કરવાની માગણીનો સમાવેશ થાય છે. ટીડીએસની વ્યવસ્થાને વધુ સમતોલ કરવા સરકાર તૈયારી દર્શાવી હોવાનું ટ્રાન્સપોર્ટર્સના પ્રતિનિધિઓને લેખિતમાં જણાવી દેવાયું છે. ચોથું, ઇ-વે બિલ ઇશ્યૂ કરાવવામાં ઓનલાઈન પડતી તકલીફ અને તેમાં રહી જતી નાની અમથી ભૂલને કારણે ઇ-વૅ બિલને જ અમાન્ય કરી દેવાની સરકારની માનસિકતા ટ્રાન્સપોર્ટર્સની હાલાકી વધારે હોવાથી તેમાં રાહત મળે તેવી માગણી તેમણે મૂકી હતી. આ ભૂલ માટે તેમને કરવામાં આવી રહેલી મોટી રકમની પેનલ્ટીમાં ઘટાડો કરવાની માગણી અંગે વિચાર કરવા પણ સરકાર તૈયાર થઈ છે. ડાયરેક્ટ પોર્ટ ડિલીવરીના સંદર્ભમાં પણ સરકારે વિચારણા કરવાની તૈયારી બતાવી છે.

સમજૂતીના અન્ય મુદ્દાઓ

  • –    વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની સમયમર્યાદા વધારીને બે વર્ષ કરી દેવાની તૈયારી દાખવી
  • –    માલની હેરફેર કરતાં વાહનો માટે નેશનલ પરમિટ લેવા માટેના નિયમોને વધુ સરળ બનાવી દેવામાં આવશે. તેમાં બે ડ્રાઈવર રાખવાની જોગવાઈને તથા ફાસ્ટટેગ લગાડવાની જોગવાઈનો પણ સમાવેશ થાય છે.
  • –    અત્યારે રસ્તા પર દોડી રહેલા ઊંચા એક્સેલવાળા વાહનોને નિયમિત કરવા.
  • –    રસ્તા પર ઓવરલોડિંગ કરીને વાહનો લઈ જનારા સામે કડક પગલાં લેવા.
  • –    ટ્રાન્સપોર્ટના વાહનોની ઊંચાઈ એક સરખી જ રાખવાની જોગવાઈ પણ કરવામાં આવશે.

ડ્રાઈવરોને પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમાનો લાભ આપવા સરકાર તૈયાર

ટ્રક ટ્રાન્સપોર્ટર્સ અને સરકાર સાથે આજે પાંચ કલાક ચાલેલી બેઠકમાં ટ્રક ડ્રાઈવરોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ આપવાની સંભાવનાનો પણ અભ્યાસ કરી લેવાની તૈયારી સરકારે દર્શાવી છે. આ જ રીતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો પણ ડ્રાઇવર, ક્લિનર અને અન્ય ટ્રક કર્મચારઓને આપવાની તૈયારી સરકારે દર્શાવી છે. આ જ રીતે ડ્રાઈવર અને ક્લિનર સહિતના સ્ટાફને ઈ.એસ.આઈ.સી. હેઠળ ટ્રક ડ્રાઈવરો અને તેમના સાથે કામદારોને આરોગ્ય સેવાનો લાભ આપવાનું પણ સરકારે આયોજન કર્યું છે.

Related posts

રાજ્યના ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં સરકાર નિષ્ફળ, વિધાનસભામાં થયો ખુલાસો

Nilesh Jethva

બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી 2 લાખ લોકો ઉમટશે, 2 દિવસ જ બાકી

Nilesh Jethva

સોનિયા, પ્રિયંકા અને રાહુલ સામે પણ ફરિયાદ નોંધો : હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો, રાજકારણ શરૂ

Karan
Do NOT follow this link or you will be banned from the site!