VIDEO: હાઈ-વે પર અચાનક ઉડ્યાં પૈસા, વચ્ચોવચ ગાડીઓ રોકી લોકો લૂંટવા લાગ્યા

જો રસ્તા પર જો પૈસાનો વરસાદ થાય તો તમે શું કરશો? એ તો નક્કી છે કે મોટા ભાગના લોકો જલ્દીથી આ પૈસા ઉઠાવીને ભેગાં કરી લેશે. બની શકે છે કે કેટલાંક લોકો કન્ટ્રોલ કરી લે અને પોતાની ગાડી ન રોકે.

ન્યૂ યૉર્કમાં એક આવી રોમાંચક ઘટના ઘટી હતી. ઇસ્ટ રૂથરફોર્ડના રસ્તાઓ પર વ્યસ્ત કલાકોમાં લોકો પોતાની ગાડીઓ રોકીને પૈસા ઉઠાવતા રહ્યાં.

હકીકતમાં, બ્રિંક કંપનીને એક ટ્રેક જઈ રહી હતી જેનો દરવાજો ખુલ્લો હોવાને કારણે નોટો ઉડીને રસ્તા પર પડી હતી. સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં યુનિફૉર્મ પહેરેલો એક શખ્સ ગાડીઓની અવર-જવરની વચ્ચે પૈસા ઉઠાવવાનું કામ કરી રહ્યો છે. જ્યારે બાકીના લોકો પણ આવું જ કરતા દેખાય છે.

નજરે જોનારાઓએ કહ્યું કે જ્યારે લોકોએ રસ્તા પર પૈસા પડેલાં જોયા તો બિલકુલ પાગલ થઈ ગયા હતાં. કારથી ઉતરીને લોકો કોઈ પણ પરવા કર્યા વિના પૈસા ઉઠાવવા માટે હાઈ-વેની વચ્ચોવચ લોકોએ ગાડીઓ પાર્ક કરી દીધી હતી.

અહીં એક ટ્રક પણ ઊભેલો નજરે ચડે છે. પોલીસે જણાવ્યું કે રસ્તા પર મચેલી હલચલને પગલે બે અકસ્માત પણ થયા જો કે તેમાં કોઈ ઘાયલ થયું છે કે નહીં તેની કોઈ જાણકારી મળી નથી.

પોલીસના કહેવા અનુસાર લાગી રહ્યું છે કે બ્રિંક કંપનીના એક ટ્રકનો દરવાજો ઠીકથી બંધ થયો ન હતો. બ્રિંક કંપનીએ આ ટ્રક પોતાની હોવાની પુષ્ટિ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટના પ્રથમ નથી. મે મહિનામાં પણ બ્રિંકના એક ટ્રકમાંથી હજારો ડોલર રસ્તા પર ઉડ્યા હતાં. આ રીતે 2012માં પણ આવી ઘટના બની હતી. જો કે ત્યારે કોઈ મોટી રકમમાં પૈસા ઉડ્યાં ન હતાં.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter