GSTV

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Last Updated on June 19, 2021 by Vishvesh Dave

અમેરિકાના કેલિફોર્નિયામાં ટ્રક ડ્રાઈવરની બેદરકારીને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો. આરોપી ડ્રાઈવર ચાલતી ટ્રકમાં ઓરલ સેક્સ માણતો હતો અને તેણે નશો પણ કર્યો હતો. આ અકસ્માતમાં બે લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેની સામે હત્યા અને નશામાં ડ્રાઇવિંગનો કેસ નોંધવામાં આવ્યો છે.

આરોપી ડ્રાઈવર નશામાં પણ હતો

ડેઇલી મેઇલના સમાચાર અનુસાર, આ અકસ્માત શુક્રવારે કેલિફોર્નિયા રાજ્યના સેન જોસ શહેરમાં બન્યો હતો. ટ્રક એક બારમાં ટકરાતાં 35 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું અને તેની બાજુમાં બેઠેલા બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી ડ્રાઈવર, એલેક્સ મોરેનો, ચાલતી ટ્રકમાં ઓરલ સેક્સ કરતો હતો અને તેણે ભારે નશો કર્યો હતો.

અચાનક ટ્રક બેક કરવા લાગ્યો

પોલીસે કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજો અનુસાર, એલેક્સ મોરેનો દુર્ઘટના પહેલા પબ પર ગયો હતો. અહીં તેણે કોકેન પીધું હતું અને એક મહિલા સાથે અશ્લીલ વર્તન કર્યું હતું, જેના કારણે તેને બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. આ પછી તે કોલ ગર્લ સાથે સીધો પાર્કિંગમાં ગયો અને ત્યાં ટ્રકમાં સેક્સ માણવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેણે અચાનક ટ્રક બેક કર્યો, જેને કારણે અકસ્માત સર્જાયો હતો.

45 mphની ઝડપે મારી ટક્કર

પોલીસે કોર્ટને જણાવ્યું કે આરોપીઓએ ટ્રકને એટલી ઝડપથી બેક કરી હતી કે પાછળના લોકોને ત્યાંથી ખસવાની તક મળી નહતી. તે સમયે ટ્રકની ગતિ આશરે 45 mph હતી. એલેક્સ મોરેનો સાથે ટ્રકમાં હાજર મહિલાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે દુર્ઘટના સમયે તે આરોપી સાથે ઓરલ સેક્સ કરતી હતો. બંને એટલા નશામાં હતા કે તેમને ટ્રકની ગતિનો ખ્યાલ પણ ન હતો. આરોપી સ્થળ પરથી છટકી જાય તે પહેલાં ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે તેને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

ALSO READ

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!