GSTV

લોકડાઉનના માર વચ્ચે ટ્રક ચાલકોની ઉઘાડી લૂંટ, જીવન જરૂરી વસ્તુના ટ્રક ચાલકોએ વધાર્યા ભાડા

Video Viral

Last Updated on April 9, 2020 by Pravin Makwana

કોરોના વાયરસના કારણે દેશભરમાં લાગુ થયેલા લોકડાઉનની વચ્ચે જરૂરી વસ્તુઓ પર ટ્રકના વધેલા ભાડાનો બોજ આવી ગયો છે. આ સમયે ટ્રક ઓપરેટર્સે તમામ માર્ગો માટે ભાડામાં 80 ટકાની વૃદ્ધિ કરી દીધી છે. પહેલા જે માર્ગ પર જેટલા ભાડામાં ટ્રકની આવન અને જાવન બંને થઇ જતી હતી. તેની 80 ટકા રકમ અત્યારે એક તરફથી જ લેવામાં આવી રહી છે.

ટોલ ટેક્સમાંથી પણ મળી છે મુક્તિ

આ ઉપરાંત ટ્રક ઓપરેટર્સને ત્રણ મહિના માટે ટોલ ચૂકવવાથી પણ મુક્તિ મળી ગઇ છે. તેમની પરમિટ 30 જૂન, 2020 સુધી લંબાવી દેવાઇ છે. ત્યારે પણ ટ્રક ચાલકો લોકડાઉનની દુહાઇ આપતા ભાડામાં બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. વધેલા ભાડાની અસર આ ટ્રકથી લઇ જવાતા માલસામાન પર પડી રહી છે. જેની ભરપાઇ સામાન્ય માણસ કરી રહ્યો છે.

લોકડાઉનનો ભય બતાવી કરી રહ્યા છે લૂંટ

પરિવહન ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે, લોકડાઉનનો ભય બતાવીને ટ્રક ચાલકો જરૂરી ચીજવસ્તુઓ મંગાવનારા વેપારીઓ પાસેથી વધુ પડતું ભાડુ વસુલી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે, સરકાર જરૂરી ચીજવસ્તુઓ તો દૂરની વાત છે. અન્ય વસ્તુઓના ટ્રાન્સ્પોર્ટેશનને પણ રોકી રહી નથી. તો ટ્રક ચાલકોની દલીલ છે કે, તેઓ વધારે ભાડુ જાણીજોઇને નથી લઇ રહ્યા ને ? પરંતુ તેમની મજબૂરી છે. કારણ કે તેમને વાપસીમાં ખાલી ટ્રક લઇને આવવું પડે છે. તેમજ ડ્રાઇવર અને હેલ્પરને પગાર પણ આપવો પડે છે.

READ ALSO

Related posts

BIG BREAKING: ટોક્યોમાં બજરંગ પુનિયાએ ઈરાનના પહેલવાને હરાવીને મુકાબલો જીત્યો, સેમીફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ

pratik shah

ગુજરાત માટે ગૌરવની વાત: આઝાદી બાદ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય હોકી મેચ અમદાવાદમાં યોજાઇ હતી, મેજર ધ્યાનચંદને ટિકિટ માટે લાઇનમાં ઉભવું પડયું હતું !

Pravin Makwana

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!