શિયાળાની સીઝનમાં શરદી-ઉધરસની સમસ્યા એક ખાસ વાત હોય છે, પરંતુ ક્યારેક-ક્યારેક આ સમસ્યા એટલું વધી જાય છે કે, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. ઉધરસ વધુ હોવાથી નાક બંધ થઈ જાય છે. તેનાથી ઘણી તકલીફ હોય છે. નાક બંધ હોવાના કારણે માથામાં દુઃખાવો, શરીરમાં દર્દ અને કંઈપણ સારું ન લાગવું, કોઈપણ કામમાં મન ન લાગવું જેવી પરેશાનીઓ થાય છે. નાક બંધ થવાને સાઈનોસાઈટિસ અથવા સાઈનસ કહે છે. શરદીની સીઝન આવતા જ નાક બંધ થવા જેવી સમસ્યા લોકોને હોય છે, પરંતુ આ સામાન્ય સમસ્યા ધીરે-ધીરે ખૂબ ગંભીર બની જાય છે. જેના કાણે લોકો બીમારી સુધી પડી શકે છે. એવામાં ઘરેલુ ઉપાયોની મદદ લઈ શકાય છે. તો આવો જાણીએ આવા ઘરેલું ઉપાયો વિશે જે તમને આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.
બંધ નાકથી છુટકારો અપાવી શકે છે આ ઘરેલુ નુસ્ખા
સરસોંનું તેલ
સરસોના તેલને ખાવું પકાવવું અને શરીરની માલિશ માટે વપરાશ કરવામાં આવે છે. સરસોના તેલને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, સરસોના તેલના 2 થી 3 ટીપા નાકની અંદર નાખવાથી આરામ મળે છે. તે સિવાય સરસોંના તેલમાં લસણની એક-બે કળી અને થોડો અજમો નાખી તેને ગરમ કરી લો. આ તેલને નાકની ઉપર લગાવવાથી બંધ નાક ખુલવામાં ઘણી મદદ મળી શકે છે.

ગરમ પાણીની વરાળ
બંધ નાકને ખોલવા માટે તમે ગરમ પાણીની વરાળ પણ લઈ શકો છો. તે માટે એક વાસણમાં ગરમ પાણી નાખો અને તેમાં થોડી વિક્સ નખી વરાળ લો. તેનાથી બંધ નાકમાં આરામ મળી શકે છે.
મધ-કાળા મરી
મધ અને કાળા મરીને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મધ અને કાળા મરીનું સેવન કરવાથી બંધ નાકમાં આરામ મળે છે. તમે તેને ગરમ દૂધમાં નાથી પણ રાત્રે સૂતા પહેલા વપરાશ કરી શકો છો.
READ ALSO
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ