GSTV
Home » News » ફ્લાઇટ સમયસર નહીં ઉપડતાં મુસાફરોને રેમ્પ પર બેસવું પડયું : બસ સ્ટેન્ડ જેવાં દ્રશ્ય સર્જાયાં!

ફ્લાઇટ સમયસર નહીં ઉપડતાં મુસાફરોને રેમ્પ પર બેસવું પડયું : બસ સ્ટેન્ડ જેવાં દ્રશ્ય સર્જાયાં!

એસટી કે ખાનગી બસમાં અધવચ્ચે ખામી સર્જાય અને જેના લીધે તેના મુસાફરો રસ્તા પર બેઠા હોય તેવા દ્રશ્યો અવાર-નવાર જોયા હશે. પરંતુ હવે અમદાવાદથી બેંગકોક જતી ફ્લાઇટમાં પણ આવું દ્રશ્ય જોવા મળ્યું હતું. અમદાવાદ-બેંગકોકની સ્પાઇસ જેટની ફ્લાઇટમાં ટેક્ ઓફ્ની થોડી મિનિટો અગાઉ જ ટેક્નિક્લ ખામી સર્જાઇ હતી. આ ટેક્નિક્લ ખામી લાંબો સમય સુધી શરૃ નહીં થતાં મુસાફરો પ્લેનમાંથી બહાર નીકળીને રેમ્પ તેમજ રન-વે પર બેસી ગયા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સ્પાઇસ જેટની ફ્લાઇટ SG 85 સાંજે ૭ વાગે અમદાવાદથી બેંગકોક માટે રવાના થતી હોય છે. શનિવારે સાંજે પણ બધું જ રાબેતા મુજબ આગળ ધપી રહ્યું હતું અને સાંજે ૬:૪૫ સુધી તમામ મુસાફરો ફ્લાઇટમાં બેસી પણ ગયા હતા. જોકે, ટેક્ ઓફ્ના નિર્ધારીત સમયને ૩૦ મિનિટ વીતી ચૂકી હોવા છતાં ફ્લાઇટ ઉપડી નહોતી. આ અંગે મુસાફરોએ ક્રુ મેમ્બર્સને જાણ કરી તો એવો જ જવાબ મળી રહ્યો હતો કે ‘ફ્લાઇટ થોડી જ મિનિટોમાં ઉપડશે, આપ ધીરજ રાખો.’ જોકે, ફ્લાઇટ શેડયૂલ ટાઇમના  ૧ કલાક બાદ પણ નહીં ઉપડતાં ગરમી-અકળામણને લીધે કેટલાક મુસાફરો ફ્લાઇટની બહાર બેસી ગયા હતા. જેના કારણે એરપોર્ટમાં બસ સ્ટેન્ડ જેવું દ્રશ્ય સર્જાયું હતું. આ ફ્લાઇટમાં ૧૨૦ મુસાફરો હતા.

મુસાફરોને ગરમી-અકળામણ થતી હોવા છતાં એરલાઇન્સ દ્વારા તેમના માટે પાણીની વ્યવસ્થા સુદ્ધા કરાઇ નહોતી. આખરે રાત્રે સાડા સાર કલાક બાદ એટલે કે ૧૧:૩૦ના આ ફ્લાઇટ અમદાવાદથી બેંગકોક જવા માટે રવાના થઇ હતી. આમ, સ્પાઇસ જેટને કારણે મુસાફરોને ફરી એકવાર હાલાકીનો સામનો કરવો પડયો હતો. શનિવારે સ્પાઇસ જેટને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી હોય તેવી આ ત્રીજી ઘટના હતી. શનિવારે બેંગલોર-દિલ્હીની ફ્લાઇટમાં ટેક્નિક્લ ખામી સર્જાતાં તેનું નાગપુર ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતું. જેના કારણે તેના મુસાફરો ૧૦ કલાક નાગપુર એરપોર્ટમાં રઝળ્યા હતા. મુંબઇ-ચેન્નાઇની સ્પાઇસ જેટ ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી થતાં તેને અધવચ્ચેથી મુંબઇથી પરત ફરવું પડયું હતું. 

અમદાવાદની ૭ ફ્લાઇટ ૬ કલાકથી વધુ મોડી પડી

અમદાવાદની ૭ ફ્લાઇટ રવિવારે ૬ કલાકથી વધુ મોડી પડી હતી. આ ૭માંથી પાંચ ફ્લાઇટ સ્પાઇસ જેટની હતી. બેંગાલુરુ-અમદાવાદની ફ્લાઇટને સૌથી વધુ ૬.૨૦ કલાકના વિલંબનો સામનો કરવો પડયો હતો. આ ફ્લાઇટ તેના નિર્ધારીત સમય સાંજે ૭ના સ્થાને રાત્રે ૧:૨૦ના બેંગાલુરુથી અમદાવાદ માટે રવાના થઇ હતી. 

અમદાવાદની કઇ ફ્લાઇટ મોડી પડી?

ફ્લાઇટ એરલાઇન્સ કેટલી મોડી પડી?
અમદાવાદ-દોહા કતાર એરવેઝ ૧.૨૯ કલાક
અમદાવાદ-મુંબઇ એર ઇન્ડિયા ૧.૨૪ કલાક
બેંગકોક-અમદાવાદ સ્પાઇસ જેટ ૩.૪૨ કલાક
મુંબઇ-અમદાવાદ સ્પાઇસ જેટ ૧.૦૬ કલાક
અમદાવાદ-પૂણે સ્પાઇસ જેટ ૧.૦૦ કલાક
અમદાવાદ-બેંગાલુરુ સ્પાઇસ જેટ ૨.૫૦ કલાક
બેંગાલુરુ-અમદાવાદ સ્પાઇસ જેટ ૬.૨૦ કલાક (એસજી ૯૨૭)

READ ALSO

Related posts

‘હાર કે જીતને વાલો કો બાજીગર કહેતે હૈ’ ભાજપનાં છેલ્લી ઘડીએ પારોઠનાં પગલાંમાં આ છે સમીકરણો

Mayur

21 સેકન્ડનો વિડીયો ખૂબ થઈ રહ્યો છે વાયરલ, જોઈને તમે પણ કહેશો વાહ’

pratik shah

ઉત્તર પ્રદેશનાં પીલીભીતના હોસ્પિટલમાં જનમ લીધો પ્લાસ્ટિક જેવા બાળકે, ડૉક્ટરો પણ ચોંકી ગયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!